નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ID) દ્વારા નોંધાયેલા કેસોમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 14 જુલાઈએ સુનાવણી કરવા સંમત થઈ છે. કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.
17 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયા તરફથી હાજર થઈને તેમની પત્ની ગંભીર રીતે બીમાર અને હોસ્પિટલમાં દાખલ હોવાની દલીલ કરીને કોર્ટને જામીન માટે વિનંતી કરી હતી. બેન્ચે કહ્યું કે આ મામલો 17 જુલાઈએ સુનાવણી માટે સૂચિબદ્ધ છે, પરંતુ તે 14 જુલાઈએ તેની સુનાવણી કરશે. સિસોદિયાએ ગયા અઠવાડિયે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI અને ED કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ: તેમણે દિલ્હી હાઈકોર્ટના બે આદેશોને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા પાસે પણ આબકારી ખાતું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા 'કૌભાંડ'માં તેની કથિત ભૂમિકા બદલ 26 ફેબ્રુઆરીએ તેની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે. તેમણે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
હાઈકોર્ટે જામીન અરજી ફગાવી: 30 મેના રોજ હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે તેના 30 મેના આદેશમાં કહ્યું હતું કે કથિત કૌભાંડ સમયે સિસોદિયા "ઉચ્ચ હોદ્દા પર હતા" તેથી તેઓ એમ ન કહી શકે કે તેમાં તેમની કોઈ ભૂમિકા નથી. 3 જુલાઈના રોજ હાઈકોર્ટે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
(PTI-ભાષા)
- Delhi Liquor Scam: EDની મોટી કાર્યવાહી, મનીષ સિસોદિયા, તેમની પત્ની અને અન્ય આરોપીઓની સંપત્તિ જપ્ત
- Manish Sisodia Letter: તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાનો દેશને પત્ર, કહ્યું PM શિક્ષિત હોવા જરૂરી