જગદલપુરઃછત્તીસગઢના એક્સાઈઝ પ્રધાન કાવાસી લખમા (Excise Minister Kawasi Lakhma)નો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાવસી લખમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી (Kawasi Lakhma on PM Narendra Modi) કરતા જોવા મળે છે. પીએમની બસ્તર મુલાકાતને લઈને કાવાસી લખમાએ આ નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા કાવસી લખમાએ કહ્યું (Kawasi Lakhma controversial statement) કે, પીએમ નરેન્દ્ર મોદી બે વખત બસ્તર આવી ચુક્યા છે. પણ અહીં આવીને તેણે શું કર્યું? બે મુલાકાતોમાં પીએમ મોદીએ બસ્તરની માટીને નકામી બનાવી દીધી.
પીએમ મોદીએ બસ્તરમાં કોઈને નોકરી નથી આપી: કાવાસી લખમા અહીંથી ન અટક્યા, તેમણે કહ્યું કે, લોકશાહીમાં વડાપ્રધાનને રાજા કહેવામાં આવે છે. પીએમ મોદી જ્યારે બસ્તરમાં આવ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. લોકોને લાગ્યું કે, રાજા આવી રહ્યો છે. તે અહીંના લોકોને નવી સુવિધાઓ આપશે. સિંચાઈ માટે પાણી આપશે. લોકોને નોકરી આપશે. લખ્માએ આરોપ લગાવ્યો કે, પીએમ મોદીએ બસ્તરની મુલાકાત દરમિયાન કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપી.