ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exam Fever : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આટલી જગ્યાઓ પર મંગાવવામાં આવી અરજીઓ

AAI એ જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટેની જગ્યાઓ(Recruitment for Junior Executive Post) બહાર પાડી છે. આ ખાલી જગ્યા એર ટ્રાફિક કંટ્રોલ માટેની છે. AAI એ 400 જગ્યાઓની ભરતી માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવી(Job Opportunity in Airport Authority of India) છે. જાણો સંપૂર્ણ વિગતો, કઇ રીતે કરી શકાસે અરજી...

Exam Fever
Exam Fever

By

Published : Jun 8, 2022, 5:28 PM IST

નવી દિલ્હી:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા Airport Authority of India) એ જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ) ની જગ્યા(Recruitment for Junior Executive Post) માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. એપ્લિકેશન વિન્ડો 15મી જૂને ખુલશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14મી જુલાઈ છે. ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ માધ્યમથી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

આ વેબસાઇટ પર કરવાની રહેશે અરજી - અરજી કરવા માટે, AAI ની સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લેવાની રહેશે. અરજી કરવા માટેની આ પ્રકારની યોગ્ય પાત્રતા હોવી જરૂરી છે. 60 ટકા ગુણ સાથે ભૌતિકશાસ્ત્ર, ગણિત અને વિજ્ઞાન સાથે ત્રણ વર્ષનો અભ્યાસ (BSc) ધરાવતા ઉમેદવારો અથવા કોઈપણ વિદ્યાશાખામાં એન્જિનિયરિંગમાં સમકક્ષ અથવા પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ - પોસ્ટ માટે અરજી કરવા માટે ખાસ કોઈ અનુભવની જરૂર નથી. ઉમેદવારો 10+2 ધોરણના સ્તરે બોલાતી અને લેખિત બંને અંગ્રેજીમાં ન્યૂનતમ પ્રાવીણ્ય ધરાવતા હોવા જોઈએ (ઉમેદવારે ધોરણ X અથવા XII માં અંગ્રેજી વિષય તરીકે પાસ કરેલ હોવું જોઈએ). પોસ્ટ માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 14 જુલાઈ, 2022ના રોજ 27 વર્ષ છે. જોકે, વિવિધ આરક્ષિત કેટેગરીમાં ઉંમરમાં છૂટછાટ છે.

આટલી જગ્યા પર થશે ભરતી -આ પોસ્ટ માટે કુલ 400 જગ્યાઓ છે. જેમાં 163 બિન અનામત, 40 EWS, 108 OBC, 59 SC, 30 ST અને 4 PWD બેઠકો છે. AAI અનુસાર જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે દર વર્ષે CTC લગભગ રૂપિયા 12 લાખ હશે. ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફીકેશન, વોઈસ ટેસ્ટ અને બેકગ્રાઉન્ડ વેરીફીકેશન દ્વારા અનુસરવામાં આવશે.

For All Latest Updates

TAGGED:

Exam Fever

ABOUT THE AUTHOR

...view details