ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exam Fever 2022 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભવનમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મળશે ફિ માફીનો લાભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ(Saurashtra University) વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય(important decision for students) ભવનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરની ફી માફ કરવામાં આવશે, આ નિર્ણય નવા સત્રથી અમલમાં મુકવામાં આવશે.

Exam Fever 2022
Exam Fever 2022

By

Published : Apr 24, 2022, 4:51 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્રા યુનિવર્સિટી(Saurashtra University) દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા હેતુથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો(important decision for students) છે. જે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરની ફી માફ કરવામાં આવશે.

આ પણ વાંચો - Saurashtra university external Exam : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA, B.COM, MA, M.COM Sem 2 બાહ્ય પરીક્ષાના ફોર્મ 18 એપ્રિલ સુધી ભરી શકાશે

ભવનમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ - કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 29 ભવનો છે. જેમાં વિદ્યાર્થીઓ સ્નાતકના આધારે પ્રવેશ મેળવે છે. તેમાંથી પ્રથમ સેમેસ્ટરમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીની બીજા સેમેસ્ટરની ફી માફ કરવામાં આવશે. આ ફી વિદ્યાર્થી પાસેથી નહીં લેવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી ભરવામાં આવશે.

આ પણ વાંચો - Saurashtra University in HC : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો

યુનિ.નો મહત્વનો નિર્ણય - આ રીતે ઉતરોતર સેમેસ્ટરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરની ફી માફીનો લાભ મળશે અને વિદ્યાર્થી વિકાસ ફંડની રકમનો ઉપયોગ વાસ્તવમાં વિદ્યાર્થી હિત માટે થશે. આ યોજના આગામી શિક્ષણ સત્રથી અને ગ્રાન્ટ ઇન એઇડ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પડશે.

જાણો કોને મળશે લાભ - તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે અનુસ્નાતક ભવનોમાં ઇન્ટીગ્રેટેડ યુજી-પીજી પ્રોગ્રામમાં પણ આ જ સીસ્ટમ લાગુ કરાશે. કેમ્પસમાં ચાલતા હોય તેવા ઇન્ટીગ્રેટેડ યુજી - પીજી પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ નહીં મળતો હોય એવા વર્ગના સેમેસ્ટરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી પાસેથી આગલી સેમેસ્ટરની ફી નહીં લેવામાં આવતા વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી ચુકવવામાં આવશે. આ પ્રકારની યોજના શરુ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વ્હીસલ બ્લોઅર બની છે અને તેનાથી વિદ્યાર્થીને પોતાની મહેનતે પોતાની ફી ચુકવવાની તક અને પડકાર સાથે પ્રેરણા પણ મળશે.

ABOUT THE AUTHOR

...view details