ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exam Fever 2022: આજથી CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થશે શરૂ, 35 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન

CBSE ધોરણ 10મા અને 12મા ધોરણની બીજી ટર્મની પરીક્ષા(cbse exam start) આજથી શરૂ થઈ રહી છે, જેમાં કુલ 21,16,209 વિદ્યાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપી રહ્યા છે. આમાં અન્ય 21 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12માં કુલ 14,54,370 વિદ્યાર્થીઓ છે. જેમાં અન્ય 6 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

Exam Fever 2022
Exam Fever 2022

By

Published : Apr 25, 2022, 10:24 PM IST

Updated : Apr 26, 2022, 7:48 AM IST

નવી દિલ્હીઃસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education) ધોરણ 10 અને 12ની સેકન્ડ ટર્મની પરીક્ષા(cbse exam start) આજથી શરૂ થઈ રહી છે. ધોરણ 10ની સેકન્ડ ટર્મની પરીક્ષા 24 મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષા 15 જૂન સુધી લેવામાં આવશે, જેમાં ધોરણ 10માં 75 વિષયો અને 12માં ધોરણમાં 114 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દેશ-વિદેશના 26 દેશોમાં લેવાશે.

આ પણ વાંચો - Exam Fever 2022 : CBSE એ શૈક્ષણિક સત્ર 2022-23 માટે નવા અભ્યાસક્રમની કરી જાહેરાત

તારીખ 26થી થશે પ્રારંભ - CBSE 10મા અને 12મા ધોરણની બીજી ટર્મની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે, જેમાં કુલ 21,16,209 વિદ્યાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપી રહ્યા છે. આમાં અન્ય 21 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12માં કુલ 14,54,370 વિદ્યાર્થીઓ છે. જેમાં અન્ય 6 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. બોર્ડે કેન્દ્રોને કોવિડ-19 નિયમોનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી છે. નિયમોનું પાલન કરવા માટે બોર્ડ દરેક કેન્દ્રને 5,000 રૂપિયા ચૂકવી રહ્યું છે. આ ઉપરાંત, તે દરરોજ શાળામાં સેનિટાઈઝેશન માટે અને માસ્ક, સેનિટાઈઝર, સાબુની વ્યવસ્થા કરવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા ચૂકવે છે.

આ પણ વાંચો - Exam Fever 2022: CBSE ટર્મ 2ની પરિક્ષા માટે રજૂ કરાઇ નવી ગાઇડલાઇન, જાણો કઇ બાબતોને રાખવી પડશે ધ્યાનમાં

કોરોના નિયમોનું કરાશે પાલન - બોર્ડે કોવિડ-19 નિયમોનું પાલન કરવા માટે આજે વેબિનારનું પણ આયોજન કર્યું હતું. જેમાં 2600 થી વધુ શાળાઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. વેબિનાર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતના તણાવ વિના પરીક્ષામાં બેસી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોવિડ-19ના વધતા સંક્રમણને જોતા બોર્ડે આ વર્ષે બે વખત પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત એપ્રિલ-મે મહિનામાં બીજી ટર્મની પરીક્ષા લેવામાં આવી રહી છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રથમ ટર્મની પરીક્ષા લેવામાં આવી હતી.

Last Updated : Apr 26, 2022, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details