નવી દિલ્હી: પૂર્વ સૈનિકોએ શુક્રવારે અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti)ને નેશનલ વોર મેમોરીયલ ખાતે સળગતી જ્યોત સાથે વિલીન કરવાના કેન્દ્રના નિર્ણય પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી (Ex-servicemen on Amar Jawan Jyoti). પૂર્વ એર વાઈસ માર્શલ મનમોહન બહાદુરે ટ્વિટર પર વડાપ્રધાનને ટેગ કરીને આ ઓર્ડર રદ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સર, ઈન્ડિયા ગેટ પર સળગતી જ્યોત એ ભારતીય માનસનો એક ભાગ છે. તમે, હું અને અમારી પેઢીના લોકો ત્યાં અમારા બહાદુર સૈનિકોને સલામ કરીને મોટા થયા છે. બહાદુરે કહ્યું કે, જ્યાં નેશનલ વોર મેમોરીયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક)નું પોતાનું મહત્વ છે, તો બીજી તરફ અમર જવાન જ્યોતિ(Amar Jawan Jyoti)ની યાદો પણ અજોડ છે.
પ્રથમ વિશ્વ યુદ્ધના શહીદ નાયકોનું સ્મારક
જોકે, ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ કેન્દ્રના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. દુઆએ કહ્યું કે, નેશનલ વોર મેમોરીયલ (National War Mamorial)ની ડિઝાઇન, પસંદગી અને નિર્માણમાં ભૂમિકા ભજવનાર વ્યક્તિ તરીકે હું માનું છું કે ઇન્ડિયા ગેટ એ પ્રથમ વિશ્વ યુદ્ધના શહીદ નાયકોનું સ્મારક છે. તેમણે કહ્યું કે, અમારી પાસે બીજું કોઈ સ્મારક ન હોવાથી અમર જવાન જ્યોતિની સ્થાપના 1972માં થઈ હતી. તેમણે કહ્યું કે, નેશનલ વોર મેમોરીયલ દેશની આઝાદી પછી યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તમામ શ્રદ્ધાંજલિ સમારોહને નવા સ્મારકમાં ખસેડવામાં આવ્યા છે.
'અમર જવાન જ્યોતિ પવિત્ર છે અને તેને ઓલવવાની જરૂર નથી'
નેશનલ વોર મેમોરીયલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (National War Mamorial by Narendra modi)દ્વારા 25 ફેબ્રુઆરી, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યાં 25,942 સૈનિકોના નામ ગ્રેનાઈટ પત્થરો પર સુવર્ણ અક્ષરોમાં લખેલા છે. પૂર્વ કર્નલ રાજેન્દ્ર ભાદુરીએ કહ્યું કે, અમર જવાન જ્યોતિ પવિત્ર છે અને તેને ઓલવવાની કોઈ જરૂર નથી. ભાદુરીએ ટ્વિટર પર લખ્યું કે ઈન્ડિયા ગેટ પર યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોના નામ છે. તે કોણે બાંધ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી.