ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકના પૂર્વ પ્રધાન સહિત 3ને જાનથી મારી નાખવાની ધમકી, સરકાર તપાસ કરશે - B.T. Lalitha Naik

બી.ટી. લલિતા નાયકે કાર્યક્રમમાં કહ્યું કે, "હું આ ધમકીને તદ્દન બોગસ માનું છું. કારણ કે, રવિને નિશાન બનાવનારા લોકો તેને છોડી દેશે અથવા જે લોકો તેમને નિશાન બનાવે છે. તેમાં રવિનું નામ શામેલ નહીં કરવામાં આવે."

કર્ણાટકના પૂર્વ પ્રધાન સહિત 3ને જાનથી મારી નાખવાની ધમકી, તપાસની માગ
કર્ણાટકના પૂર્વ પ્રધાન સહિત 3ને જાનથી મારી નાખવાની ધમકી, તપાસની માગ

By

Published : Mar 22, 2021, 2:51 PM IST

  • બેંગ્લોરના પૂર્વ પ્રધાન સહિત 4 લોકોને મળી ધમકી
  • ધમકીભર્યા પત્રમાં અભિનેતા તેમજ પત્રકારના નામોનો સમાવેશ
  • આ ધમકી બોગસ હોવાનો બી.ટી. લલિતા નાયકનો દાવો

બેંગલુરુ: કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન અને સાહિત્યકાર બી.ટી. લલિતા નાયકે દાવો કર્યો છે કે, તેમને અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી રવિ સહિત 3 અન્ય લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે કહ્યું કે, આ લોકોને એક પત્ર દ્વારા ધમકી આપવામાં આવી છે.

પત્રમાં કુલ 4 લોકોને હત્યાની ધમકી

કોંગ્રેસના નેતા એચ.એમ. રેવન્નાના સન્માન સમારોહ દરમિયાન નાયકે કહ્યું કે, તેમને શનિવારે એક પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું છે કે, તેમની અને રવિ, અભિનેતા શિવરાજ કુમાર અને એક પત્રકારની હત્યા કરવામાં આવશે.

રાજ્ય ગૃહપ્રધાને કહ્યું, અમારી સરકાર તપાસ કરશે

નાયકે કાર્યક્રમમાં કહ્યું હતું કે, મેં તેને નકલી માન્યું છે. કારણ કે જેમણે રવિને નિશાન બનાવ્યું છે. તેઓ તેને છોડી દેશે અથવા જેમણે તેમને નિશાન બનાવ્યા હતા તેઓ તેમાં રવિનું નામ શામેલ કરશે નહીં. તે જ સમયે રાજ્યના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્માઇએ તેને ગંભીરતાથી લેતા કહ્યું હતું કે, તેમની સરકાર આ મામલાની તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details