- દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારને ઝાટક્યાં
- દેશમુખનો સતત બચાવ કરતાં નિવેદનોને લઇ કાઢી ઝાટકણી
- પવાર સાચું બોલી રહ્યાં નથીઃ ફડણવીસનો આક્ષેપ
મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના એ નિવેદનને નકારી કાઢ્યું હતું કે જેમાં કહેવાયું હતું કે દેશમુખ નાગપુરમાં ઘરમાં ક્વોરન્ટીન હતાં. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંઘે લખેલા પત્રમાં ઉલ્લેખિત સંબંધિત તારીખોને લઇને ફડણવીસે ફ્લાઇટ મેનિફેસ્ટો, પોલીસ વીઆઈપી હિલચાલના રેકોર્ડ્સ અને અન્ય કાગળો જાહેર કર્યાં હતાં કે જેમાં સ્પષ્ટ થતું હતું કે દેશમુખ તેમના ઘરમાં નહીં, ખરેખર તો મુંબઇમાં હતાં.
પવાર ખુલ્લાં પડી ગયાં છેઃ ફડણવીસ
ફડણવીસે મીડિયાને સંબોધન કરતાં દાવો કર્યો હતો કે, "દેશમુખને બચાવવા માટેનો આ પ્રયાસ છે. પવાર સાહેબને બરાબર માહિતગાર કરવામાં આવ્યાં નથી તેથી તેઓ સત્ય બોલી રહ્યાં નથી. તેઓ ખુલ્લા પડી ગયાં છે," ફડણવીસે વધુમાં કહ્યું કે તેઓ 'લેટર-બોમ્બ' અને સમગ્ર મામલામાં ખૂબ મોટા નામો સામેલ હોવાથી સંબંધિત મુદ્દાઓની સંપૂર્ણ વિગતો આપવા માટે કેન્દ્રીય ગૃહસચિવને મળશે અને સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસની વિનંતી કરશે.
આ પણ વાંચોઃ પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી