વિજયવાડા:તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુને રવિવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સવારે એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.
ભારે પોલીસ બંદોબસ્ત:દરમિયાન વિજયવાડા સરકારી હોસ્પિટલ તેમજ એસીબી કોર્ટમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના સાંસદ રવિન્દ્ર કુમારે શનિવારે રાજ્ય સરકાર અને સીઆઈડીની નિંદા કરી હતી અને ધરપકડના 20 કલાક પછી પણ પૂર્વ મુખ્યમંત્રીને કોર્ટમાં રજૂ કરવામાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા.
સરકાર પર આરોપ:તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નાયડુની ધરપકડ 'રાજકીય બદલો'નું પરિણામ છે. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ ગેરકાયદેસર હતી. રાજકીય બદલો લેવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુને કોર્ટમાં રજૂ થયાને 20 કલાકથી વધુ સમય થઈ ગયો છે. સીઆઈડી તેને કોર્ટમાં કેમ રજૂ કરતી નથી? જો તેઓએ કેસ નોંધ્યો છે અને ચાર્જશીટ તૈયાર કરી છે તો તેને રજૂ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. સાંસદે કહ્યું કે કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં માત્ર 10 ટકા હિસ્સો સરકારનો હતો, બાકીનું 90 ટકા ફંડ સિમેન્સ કંપનીનું હતું.
- Andhra Pradesh: આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, કરોડોના કૌભાંડનો આરોપ
- Sanatan Dharma Remark : મોદી એન્ડ કંપની ધ્યાન ભટકાવવા માટે 'સનાતન'નો ઉપયોગ કરી રહ્યા છે : ઉધયનિધિ
શું છે મામલો?:ચંદ્રાબાબુ નાયડુની કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડના સંબંધમાં શનિવારે આંધ્ર પ્રદેશ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (CoE) ના ક્લસ્ટર્સની સ્થાપના સાથે સંબંધિત છે. જેની કુલ અંદાજિત કિંમત રૂ. 3300 કરોડ છે. એજન્સીના અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે કથિત છેતરપિંડીથી રાજ્ય સરકારને રૂ. 300 કરોડથી વધુનું મોટું નુકસાન થયું છે. CID અનુસાર તપાસમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે. જેમ કે, ખાનગી સંસ્થાઓ દ્વારા કોઈપણ ખર્ચ કરતા પહેલા, તત્કાલીન રાજ્ય સરકારે રૂ. 371 કરોડની એડવાન્સ રકમ આપી હતી, જે સરકારની સંપૂર્ણ 10 ટકા પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(ANI)