આંધ્રપ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુને ભ્રષ્ટાચારના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના કોર્ટના આદેશ બાદ સોમવારે વહેલી સવારે રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ પાર્ટીના વડાની ધરપકડને લઈને સોમવારે રાજ્ય બંધનું આહ્વાન કર્યું છે.
પોલીસ તૈનાત:ટીડીપી ચીફના પુત્ર નારા લોકેશ અને પાર્ટીના અન્ય નેતાઓ પણ સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા. પૂર્વ ગોદાવરી જિલ્લા પોલીસે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજમુંદરીમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. પૂર્વ સીએમના રિમાન્ડ પહેલા જ રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં ભારે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી: વિજયવાડામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે કથિત કૌશલ વિકાસ નિગમ કૌભાંડના સંબંધમાં નાયડુને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ચંદ્રબાબુ નાયડુની શનિવારે કથિત ભ્રષ્ટાચારના કેસમાં આંધ્ર પ્રદેશ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસ આંધ્ર પ્રદેશ રાજ્યમાં ક્લસ્ટર ઑફ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (CoE) ની સ્થાપના સાથે સંબંધિત છે, જેની કુલ અંદાજિત પ્રોજેક્ટ કિંમત 3300 કરોડ છે.
CIDની તપાસમાં સામે આવી ગેરરીતિ: એજન્સીના અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે કથિત છેતરપિંડીથી રાજ્ય સરકારને 300 કરોડથી વધુનું મોટું નુકસાન થયું છે. CIDના જણાવ્યા અનુસાર તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. CIDના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા મોટા ભાગના નાણાં નકલી બિલ દ્વારા શેલ કંપનીઓને મોકલવામાં આવ્યા હતા. બિલમાં ઉલ્લેખિત માલની કોઈ વાસ્તવિક ડિલિવરી કે વેચાણ થયું ન હતું.
(ANI)
- TDP chief Chandrababu Naidu : આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ, ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા
- G20 Summit Delhi : કોંગ્રેસે તંત્રની કામગીરીનો વીડિયો શેર કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન, જુઓ આ ટ્વીટ