- રાહુલ ગાંધીએ દેશમાં મફત રસીકરણની કરી અપીલ
- કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલે કર્યા વડાપ્રધાન પર આક્ષેપ
- સેન્ટ્રલ વિસ્ટાના પ્રોજક્ટ પર ઉઠાવ્યા સવાલ
દિલ્હી: 1 મેથી 18-44 વર્ષના વય જૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરતા પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોએ વિના મૂલ્યે એન્ટી-કોરોના રસી મળવી જોઈએ.
દેશમાં દરેકને ફ્રીમાં રસી મળવી જોઈએ
તેમણે ટ્વિટ કર્યું, ભારતને કોવિડની મફત રસી અપાવવી જોઈએ. બધા નાગરિકોને વિના મૂલ્યે રસી અપાવવી જોઈએ. આશા છે કે આ વખતે આવું જ કંઇક થશે. બીજી તરફ, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.