- આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન
- દેશમાં મોટા ભાગના ભાગોમાં પેટ્રોલ- ડીઝલના રૂ.100 ને પાર
નવી દિલ્હીઃપેટ્રોલ અને ડીઝલના(Petrol diesel) ભાવે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેલની કિંમતોમાં સતત વધારાને કારણે જનતા પણ સરકારથી નારાજ છે. તેલ કંપનીઓએ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ જાહેર કર્યા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો
તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના (Petrol diesel) ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં (The capital is New Delhi )પેટ્રોલ અને ડીઝલના (Petrol diesel) ભાવમાં 0.35 રૂપિયા (108.29 રૂપિયા પ્રતિ લિટર) અને 0.35 રૂપિયા (રૂ. 97.02 પ્રતિ લિટર)નો વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 114.14 રૂપિયા પ્રતિ લિટર (રૂ. 0.34 વધીને) અને ડીઝલની કિંમત 105.12 રૂપિયા પ્રતિ લિટર (રૂ. 0.37 વધી) છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 100.14 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 105.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 101.25 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના મોટા ભાગના ભાગોમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટરની ઉપર