ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર - જાતમહેનતે ઉભો કર્યો નવો કારોબાર

લોકડાઉન સમયે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર ખોયા પણ અનેક લોકોએ આ આપત્તિકાળને અવરસમાં બદલ્યો છે. જેમાં બિહારના લાલબાબૂનો પણ સમાવેશ થાય છે. એક સમયે તે કાશ્મિરમાં બેટ બનાવવાનું કામ કરતાં હતાં આજે તે બિહારમાં પોતાની રીતે આત્મનિર્ભર બન્યા છે અને લોકોને રોજગાર પણ પૂરું પાડી રહ્યાં છે.

કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર
કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર

By

Published : Apr 27, 2021, 6:05 AM IST

  • કોરોનામાં છૂટી ગઇ નોકરી
  • જાતમહેનતે ઉભો કર્યો નવો કારોબાર
  • અન્ય લોકોને આપી રહ્યાં છે રોજગાર

ન્યૂઝડેસ્ક: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન લાગતા લાગતું હતું કે જીંદગી અટકી જશે. નોકરી છુટ્યા પછી તેઓ જમ્મુ કાશ્મિરના અનંતનાગથી કેટલાક લોકો પોતાના જિલ્લા ચંપારણ્યમાં પાછા ફર્યા હતાં. તેમને થતું હતું કે હવે શું થશે પણ તેમના હાથમાં બેટ બનાવવાની કળા હતી આથી તેમને આશા હતી કે કઇં તો સારું થશે અને હવે સ્થિતિ એ છે કે પશ્ચિમ ચંપારણ્યમાં ડબ્લૂસીના સ્ટીકર લાગવેલા ઘણાં બેટ અનેક મેદાનમાં છક્કા લગાવી રહ્યાં છે. પોતાની આ સ્થિતિ અંગે લાલબાબૂએ ETV Bharatને જણાવ્યું હતું કે અમે લોકોએ અમારી કળાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જે અંગે ડીએમ કુંદન કુમારને માહિતી મળી હતી તેમણે અમને સુવિધા અપાવી,મકાન અને જમીન અપાવી, લોન પણ અપાવી. અમારે આ બિઝનેસને ખૂબ જ આગળ લઇ જવો છે મારું ક્રિકેટ બેટ દૂર દૂર સુધી જઇ રહ્યું છે. લાલબાબૂ પણ અનંતનાગમાં બેટ બનાવવાનું કામ કરતા હતાં અને હવે તે પોતાના જિલ્લામાં મજૂરમાંથી ઉદ્યમી બની ગયાં છે. એક કળા ધરાવતા આ હાથને બસ બિહારની મદદની જરૂર હતી.

કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર

વધુ વાંચો:ઘોડાના વાળમાંથી બને છે બંગડી અને કડા

એક ઝાડમાંથી બને છે 100 થી 200 બેટ

આ કારીગર પહેલા અનંતનાગમાં બેટ બનાવવાનું કામ કરતાં હતાં આ કારણે અહીં તેઓ સરળતાથી બેટ બનાવવામાં ઉપયોગી લાકડું લઇ આવે છે. બેટ બનાવવામાં ઉપયોગી લાકડું કાશ્મિર અને મેરઠમાં મળે છે. એક ઝાડમાંથી લગભગ 100 થી 200 બેટ બની શકે છે પછી ઝાડ કેટલું જાડું છે તેના પર આધાર રાખે છે. આ ઝાડને તૈયાર થવામાં લગભગ 10 થી 12 વર્ષ લાગે છે પછી તેને સુકવવામાં આવે છે. તેમાં લગભગ દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. બાદમાં તેમાંથી બેટ તૈયાર કરીને બજારમાં ઉતારવામાં આવે છે.

વધુ વાંચો:ઘોડાના વાળમાંથી બને છે બંગડી અને કડા

10 લોકોને આપી છે રોજગારી

હવે લાલબાબૂ મેરઠથી ઇંગ્લિશ વિલોની લાકડું મંગાવે છે. તેની સાથે જ હેન્ડલ, ગ્રિપ,સ્ટિકર અને બાકીના સામાનની વ્યવસ્થા કરે છે. આ બેટને અનેક કંપનીઓ ખરીદવા માટે ઇચ્છુક છે, લાલબાબૂ તેમની સાથે ચર્ચા કરી રહ્યાં છે. બેટના બ્રાંડનું નામ WC એટલે કે વેસ્ટ ચંપારણ રાખ્યું છે. આજે લાલબાબૂ પોતે તો આત્મનિર્ભર બન્યા છે. તેમણે 10 લોકોને રોજગાર પણ આપ્યો છે. તેઓ રોજ લોકોને 500 થી 700 રૂપિયા મજૂરી પણ આપે છે. શું તમે પાછા કાશ્મિર જશો.. આ સવાલમા જવાબમાં લાલબાબૂએ કહ્યું કે હવે અમે બધા અહીંથી જ પોતાનો કારોબાર કરીશું અને આગળ વધીશું.

ABOUT THE AUTHOR

...view details