ન્યૂઝ ડેસ્ક: ક્યારેક આપણે ખુબજ ઝડપથી વાહન ચલાવી રહ્યાં હોયએ અને અચાનક કોઈ રસ્તા પરથી પ્રાણી પસાર થાય તો શું થાય. આપણે ઘભરાઈ જઈએ અને પ્રાણી પણ ઘભરઆઈ જાય. આવા સંજોગોમાં અકસ્માત થવાનો ભય રહે છે. ઘણી વખત એવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કે, પશુ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે આપણે એની અડફેટે આવી જઈએ છિએ. આવી ઘટનામાં પશુ અથવા માણસનો જિવ પણ જઈ શકે છે. ઘણી વખત હાથી રેલ્વે ટ્રેક ઉપર આવી ચડતા હાથીનું કરુંણ મોત થાય છે. આવી જ એક ઘટના સુસાંતા નંદા (Susanta Nanda Twitter) નામના વ્યક્તિએે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં એક વિડયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે, હાથી (Elephant Cross Road) ભાગ્યે જ પોતાને મહિલા ડ્રાઈવરથી બચાવવામાં સફળ રહ્યો.
સ્કૂટી સવાર મહિલાને જોઇને હાથી શા માટે ભાગ્યો, જાણો કારણ - Elephant Cross Road
ઘણી વખત એવી ઘટનાઓ સોશિયલ મીડિયા (Susanta Nanda Twitter) માં વાયરલ થઈ છે કે, પશુ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે આપણે એની અડફેટે આવી જઈએ છિએ. આવી ઘટનામાં પશુ અથવા માણસનો જિવ પણ જઈ શકે છે. આવો જ એક ટ્વિટ વીડિયોમાં એક મહિલા મોપેડ બાઈક લઈ રસ્તા પરથી પસાર થઈ રહી છે. એવામાં સામેથી એક હાથી રસ્તો ક્રોસ (Elephant Cross Road) કરતો જોવા મળે છે. મહિલા તેમની સામે અચાનક હાથી આવી ચડતા ઘભરાઈ જાય છે.
શું છે સમગ્ર ઘટના: આ વીડિયોમાં એક મહિલા મોપેડ બાઈક લઈ રસ્તા પરથી પસાર થઈ રહી છે. રસ્તાની આજુબાજુ વ્રૃક્ષો જોવા મળી રહ્યાં છે. એવામાં સામેથી એક હાથી રસ્તો ક્રોસ કરતો જોવા મળે છે. જે મહિલા વાહન લઈ જઈ રહી છે. તેમની સામે અચાનક હાથી આવી ચડતા ઘભરાઈ જાય છે અને વાહન ચલાવવામાં પણ તે અચકાય જાય છે. હાથી સમજદાર હોય એમ તે પોતાને બચાવવામાં સફળ થાય છે. હાથી વાહન લઈને આવતી મહિલાને જોઈ પોતાને સુરક્ષિત રાખવા ખૂબજ ઝડથી રસ્તો પાસ કરી લે છે. આ વીડિયો ક્યાનો છે તે અંગે કોઈ માહીતી મળી નથી.
ટ્વિટર પર કોમેન્ટ: આ વીડિયો જોઈ લોકો ટ્વિટર પર અલગ અલગ કોમેન્ટ આપી રહ્યા છે. જેમાં યે તો ધૂમ મચાલે હો ગયા એકદમ, પશુઓ પણ સમજદાર થઈ ગયા છે, લેડી ડ્રાઈવર હેવી ડ્રાઈવર, આશા છે કે, હાથી સામે કોઈ કેસ નોંધવામાં નહીં આવે, હાથીપણ જાણે છે કે રસ્તા પર ચાલતી મહિલા ડ્રાઇવર તેમના માટે ઘાતક બની શકે છે. શું આપણે અહીં એવું બોર્ડ મૂકી શકીએ કે પ્રાણીઓ અને તમારી જાતની પણ કાળજી લો. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું છે. હાથીની મજાક પણ ઉડાવતા જોયા. જંગલોમાંથી પસાર થતા રસ્તાઓ પર આપણી ગતિ મર્યાદા ખૂબ ઓછી હોવી જોઈએ, કારણ કે તે વિસ્તાર આ પ્રકારના પ્રાણીઓનો છે. અહીં પણ, હું જોઈ શકું છું કે બિચારો હાથી કેટલો ડરી ગયો હતો.