- મુંબઈમાં કોરોનાની વેક્સિન લીધા પછી પણ 23,000 લોકો થયા કોરોના સંક્રમિત
- વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા 9,000 છે
- મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાથી લોકોમાં ચિંતા વધી રહી છે
મુંબઈઃ એક તરફ સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો મુંબઈમાં કોરોના વેક્સિનને પહેલો અને બીજો ડોઝ લીધા પછી પણ 23,239 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. આમાંથી વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા 9,000 છે. આ જાણકારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરવેમાં સામે આવી છે. વર્તમાન સમયે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાથી લોકોમાં ચિંતા વધી રહી છે.
આ પણ વાંચો-3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 115 પોઝિટિવ કેસ, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહી
મ્યુનિસિપલ કોર્પોરેશનના સરવેમાં થયો ખુલાસો
આ જાણકારીનો ખુલાસો મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા કરવામાં આવેલા સરવેમાં સામે આવ્યો છે. સરવેના મતે, મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 25.39 લાખ છે. જ્યારે પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમિતોની સંખ્યા 14,239થી વધુ છે. જ્યારે વેક્સિન લેનારા લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણના સૌથી વધુ કેસ 60 વર્ષથી વધુની વયના લોકોમાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-સુરતની કોલેજમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ગરબે ઘૂમ્યા વિદ્યાર્થીઓ
0.35 ટકા લોકો ફરીથી કોરોના સંક્રમિત થયા
મુંબઈમાં વેક્સિનેટેડ થયેલા લોકોમાંથી 0.35 ટકા વસતી ફરીથી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે બંને ડોઝ લેનારા 1 લાખ લોકોમાંથી 350 ફરીથી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી તરફ દરેક જગ્યા વેક્સિન લગાવ્યા પછી પણ લોકોમાં કોરોના અંગે ભય યથાવત્ છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના સરવે રિપોર્ટમાં કહ્યું હતું કે, આ દર ખૂબ જ ઓછો છે. આનાથી લોકોએ ડરવાની જરૂર નથી.
વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના નહીં થાય તેવું ન વિચારવું જોઈએઃ મ્યુનિ. કોર્પો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક કમિશનર (Additional Commissioner) સુરેશ કાકાનીએ કહ્યું હતું કે, કોઈએ પણ એ ન વિચારવું જોઈએ કે, વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના નહીં થાય. તેવા લોકોને અપીલ છે કે, કોરોનાને હરાવવા માટે સામાજિક અંતરના નિયમોનું પાલન કરે, માસ્ક પહેરી રાખ અને ભીડમાં જવાનું ટાળે.