ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exam Cancel:10 દિવસમાં મૂલ્યાંકન કરીને 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે રાજ્યઃ સુપ્રીમ કોર્ટ - એકસરખી યોજના

ભારતમાં દરેક રાજ્ય બોર્ડોને મૂલ્યાંકન માટે એક સમાન યોજના ન હોઈ શકે. ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર સુનિવાણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કહ્યું હતું કે, રાજ્ય 10 દિવસની અંદર મૂલ્યાંકન કરીને 31 જુલાઈ પહેલા પરિણામ જાહેર કરે. આંધ્રપ્રદેશ સરકારના જુલાઈમાં પરીક્ષા કરાવવાના નિર્ણય પર કોર્ટે કહ્યું, વિદ્યાર્થીઓના જીવનની સાથે જ છેડછાડ કરી શકીએ છીએ?

10 દિવસમાં મૂલ્યાંકન કરીને 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે રાજ્યઃ સુપ્રીમ કોર્ટ
10 દિવસમાં મૂલ્યાંકન કરીને 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે રાજ્યઃ સુપ્રીમ કોર્ટ

By

Published : Jun 24, 2021, 3:06 PM IST

  • સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર થઈ સુનાવણી
  • રાજ્ય 10 દિવસની અંદર મૂલ્યાંકન કરીને 31 જુલાઈ પહેલા પરિણામ જાહેર કરેઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)
  • વિદ્યાર્થીઓના જીવનની સાથે જ છેડછાડ કરી શકીએ છીએ?: સુપ્રીમ કોર્ટ (Supreme Court)

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે, સમગ્ર દેશમાં દરેક રાજ્ય બોર્ડોના મૂલ્યાંકન માટે એક સમાન યોજના ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી કરતા આવોઆદેશ પસાર કરવાનો ઈનકાર કર્યો છે. આ સાથે જ રાજ્યોને એ આદેશ આપ્યો છે કે, તેઓ 10 દિવસની અંદર મૂલ્યાંકન કરીને 31 જુલાઈ પહેલા પરિણામ જાહેર કરે. જેવી રીતે CBSE અને ICSE માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

રાજ્ય પાસે એક નિર્ણય અને યોગ્ય યોજના હોવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો-maratha reservation: મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત અંગે સમીક્ષા અરજી દાખલ કરી

રાજ્ય પાસે એક નિર્ણય અને યોગ્ય યોજના હોવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

તો આ તરફ આંધ્રપ્રદેશ સરકાર (Government of Andhra Pradesh)ના 12મા ધોરણની પરીક્ષા અસ્થાયી રીતે જુલાઈમાં યોજવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્ય પાસે એક નિર્ણય અને યોગ્ય યોજના હોવી જોઈએ. તેઓ વિદ્યાર્થીઓના જીવન સાથે છેડછાડ કરી શકે છે? કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે CBSEના ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી દીધી છે. દિલ્હી સરકારના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) ધોરણ 12ની પરીક્ષા રદ કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

આંધ્રપ્રદેશ સરકાર તો ધોરણ 12ની બોર્ડ પરીક્ષા લેશે જ

આ પણ વાંચો-કેન્દ્ર સરકારનું સુપ્રિમ કોર્ટમાં સોંગદનામું, કોરોનાથી મૃત્યુંમાં નહી આપી શકીએ વળતર

આંધ્રપ્રદેશ સરકાર તો ધોરણ 12ની બોર્ડ પરીક્ષા લેશે જ

કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની (Delhi Government On CBSE Exam) વાત માનતા ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો (Cancellation of 12th Class examination) નિર્ણય લીધો હતો. ત્યારબાદ અનેક રાજ્યોએ પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. આંધ્રપ્રદેશ સરકારે બુધવારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, તેઓ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સફળતાપૂર્વક કરાવી લેશે. કારણ કે, રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે અન્ય કોઈ વિશ્વાસપાત્ર વિકલ્પ નથી. રાજ્ય સરકારે કહ્યું હતું કે, તેઓ સંભવિત રીતે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા કરાવશે અને આ સંબંધમાં પરીક્ષાનો કાર્યક્રમ ઝડપથી જાહેર કરશે. રાજ્યના સ્થાયી વકીલ મહફૂઝ એ નાઝકીના માધ્યમથી દાખલ એફિડેવિડમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details