રાજસ્થાન :સવાઈ માધોપુરમાં શુક્રવાર રાત્રે રેલવે સ્ટેશન પર એક દુ:ખદ અકસ્માત થયો (Eunuchs Terror in Sawai Madhopur) હતો. કોટા-હિસાર પેસેન્જર ટ્રેનમાં રિંગાસ માટે પ્રવાસ કરી રહેલા 3 પ્રવાસીઓ ટ્રેનમાં ચઢતાની સાથે જ તેમનો કિન્નરો સાથે ઝઘડો થયો હતો. કિન્નરોથી બચવા ત્રણેય પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને આ દરમિયાન, બીજા ટ્રેક પર આવતી દુરંતો ટ્રેનની અડફેટે આવતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. jumped from train
કિન્નરો સાથે ઝગડો :આ સમગ્ર ઘટના અંગે GRP અને રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ ઘટના કિન્નરો સાથેના ઝઘડાને કારણે નહીં, પરંતુ રોંગ સાઇડથી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં બની હતી. મૃતકના સાથી પ્રવાસી અનિલે જણાવ્યું કે, તે ત્રણ લોકો રાત્રે કોટા-હિસારપેસેન્જર ટ્રેન દ્વારા રિંગાસ, ખાટુ શ્યામ જીના દર્શન કરવા જઈ રહ્યા હતા. સવાઈ માધોપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં ચઢતાની સાથે જ તેને અંદર કિન્નરો જોવા મળ્યા હતા. કિન્નરોએ ટ્રેનમાં પ્રવેશતાની સાથે જ ઝઘડો શરૂ કરી દીધો હતો. કિન્નરોએ પ્રવાસીઓને પકડવાનું શરૂ કર્યું અને તેમને ટ્રેનમાંથી ઉતરવાની ફરજ પડી હતી. two brothers jumped from train