- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
1 સીએમ ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષ સ્થાને શુક્રવારે છેલ્લી કેબીનેટ બેઠક
ગાંધીનગર : હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત 1 અથવા 2 નવેમ્બર ના રોજ થશે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 29 ઓક્ટોબર ના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં અંતિમ બેઠક યોજાઈ રહી છે.
2 આ કારણે ઉજવાય છે છઠ્ઠ પૂજા, સ્નાન અને સૂર્યપૂજાનું છે મહત્ત્વ
પટના: બિહારમાં લોક આસ્થા અને પવિત્રતાનો મહાન તહેવાર (Chhath Puja significance) છઠ્ઠ દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. તે ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને સપ્તમી તિથિની સવાર સુધી ચાલુ રહે છે. આ વખતે છઠ્ઠ પૂજા તારીખ 28 ઓક્ટોબર 2022, શુક્રવારથી શરૂ થશે અને 31 ઓક્ટોબર 2022 સોમવારના રોજ સમાપ્ત થશે. છઠ્ઠ વ્રત સુખ, સંતાન, સુખ અને સૌભાગ્ય અને સુખી જીવનની કામના માટે કરવામાં આવે છે. આ તહેવારમાં તૈયાર કરવામાં આવતી દરેક વસ્તુમાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો જાણીએ કે, આ વર્ષે છઠ્ઠનો તહેવાર ક્યારે શરૂ થઈ રહ્યો છે અને સ્નાનથી સૂર્યોદય સુધીનો શુભ સમય (Chhath Puja shubh muhurt) કયો છે. CLICK HERE
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1 અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, છ શહેરોમાં સભા સંબોધન ગોઠવાયું
અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ગમે તે સમયની અંદર ચૂંટણી પંચ ( Election Commission )દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે સમય કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસનો પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સંબોધન કરશે. CLICK HERE