ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: PM મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Breaking News

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: PM મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: PM મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Nov 16, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 PM મોદી યુપીની મુલાકાત લેશે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે બપોરે 1:30 વાગ્યે 3.2 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો ( Pakistan Proxy War ) મોટો પર્દાફાશ થયો છે. મોરબીમાં ( Drug racket busted in Morbi ) પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ( 600 Crore Drugs seized in Zinzuda ) ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ ( Gujarat ATS And SOG exposed International Drugs conspiracy ) આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે.Click here

2 કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન

નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાને પ્રતિક્રિયા (cm reaction on nonveg ban) આપી હતી. અને કહ્યુ હતુ કે, "કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી." જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ (gujarat non veg ban)ની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો જાણે આ નિર્ણય રાજ્યમાં જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક મહાનગરમાં ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગરો બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા (Ahmedabad non veg ban) અંગેનો નિર્ણય લેવાયો છે. Click here

3 પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

મોરબીમાં 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે તેના છેડા પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. જેથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ (harsh sanghvi on drugs)ના માફિયાઓને એ મેસેજ આપ્યો છે કે, જે કોઈ પણ ગુજરાતની બોર્ડર પર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરશે તેમને આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે. પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા છે તેવું તેમને ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. Click here

4 રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર

પીએમ મોદી (pm modi)એ મધ્ય પ્રદેશ (madhya pradesh)માં પુનઃવિકસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (rani kamlapati railway station)નું ઉદ્ઘાટન કર્યું છે. આ તક પર પીએમ મોદીએ કહ્યું છે કે, ભોપલ (bhopal)માં એક ઐતિહાસિક સ્ટેશનનો કાયાપલટો થયો છે. જણાવી દઇએ કે, ખાનગી અને સરકારી ભાગીદારીથી નિર્મિત આ સ્ટેશનને ફરી બનાવવામાં 450 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.Click here

  • સાયન્સ અને ટેક્નો

1 ઝડપથી વિકસતી પ્રજાતિઓ લૂપ્ત થવાની શક્યતા વધારે: અભ્યાસ

ગરોળી અને તેમના સંબંધીઓના નવા અભ્યાસમાં, બ્રિસ્ટોલની સ્કૂલ ઓફ અર્થ સાયન્સ (study by the University of Bristol london )ના ડૉ. જોર્જ હેરેરા-ફ્લોરેસ અને સહકર્મીઓએ શોધ્યું છે કે, 'ધીમું અને સ્થિર જ રેસ જીતે છે'.Click here

ABOUT THE AUTHOR

...view details