- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ
કારતક મહિનાનાં શુક્લ પક્ષની ચોથથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ(Beginning of Chhath Puja) શરૂ થાય છે તેમજ તેની પૂર્ણાહુતિ સાતમનાં દિવસે સૂર્યોદયની સાથે તેની પૂજા કર્યા બાદ થતી હોય છે. કોરોના મહામારીના કારણે ગતવર્ષે પૂજા રદ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન(Social Distance and Corona's Guideline) સાથે અમદાવાદનાં ઈન્દિરાબ્રિજ(Indira Bridge) પાસે આવેલા છઠ્ઠ ઘાટી પર ધામધૂમ પૂર્વક ઉજવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Covishield પછી હવે Covaxinને પણ માન્યતા આપશે UK
ભારત બાયોટેકે (Bharat Biotech) બનાવેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લેનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તેમણે હવે બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. બ્રિટન સરકારે (British Government) કહ્યું હતું કે, જે લોકોએ ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે. તેમને બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), કોવેક્સિનને (Covaxin) ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે સ્વીકૃત વેક્સિનની યાદી (EUL)માં પહેલા જ સામેલ કરી ચૂકી છે.Click here
2 ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ(Fire in the child ward of Kamala Nehru Hospital) લાગવાથી આઠ બાળકોના મોત (Death of eight children)થયા છે. જ્યારે અન્ય 6 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા મુખ્ય પ્રધાન વિશ્વાસ સારંગ (Vishwas Sarang)ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. Click here