- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 PM Modi આજે કેદારનાથમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi)મોદી આજે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર જશે. ત્યાં તેઓ મંદાકિની અસ્થાપથ, સંગમ ઘાટ, ફર્સ્ટ એઇડ એન્ડ ટુરીઝમ સેન્ટર, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન(Hospital and police station) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રેઈન શેલ્ટર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન જેવા રૂપિયા 180 કરોડનાં કેટલાંક વિકાસ કાર્યોનું કરશે લોકાપર્ણ. આ ઉપરાંત વડાપ્રધાન મોદી કેદારનાથમાં શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે અને સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે.Click Here
2 મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદનાં અનેક ધર્મસ્થળે કરશે મુલાકાત
આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે, ત્યારે રાજ્યનાં મુખ્યપ્રધાન અમદાવાદનાં અનેક ધર્મસ્થળોની મુલાકાત કરશે અને આશિર્વાદ ગ્રહણ કરશે. આ તકે, તેઓ પંચદેવ મંદિર, અડાલજ ત્રિમંદિર, ભદ્રકાળી મંદિરનાં દર્શન કરવા જશે. આ સાથે રાજ્યની જનતાને નવા વર્ષના અભિનંદન પણ પાઠવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 દિવાળીના પર્વ પર PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ
દેશભરમાં ગુરૂવારે રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાજનેતાઓ દ્વારા દેશવાસીઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આ અવસર પર દેશવાસીઓને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. Click Here
2 પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
પાટણ: દિવાળી(Diwali)નાં દિવસે ચોપડાઓ(Book worship)નું વિષેશ પૂજન કરવામાં આવે છે. વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓ આજનાં દિવસે શુભ મૂહર્તમાં ચોપડાઓની ખરીદી કરી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષનાં ધંધા રોજગારનાં શ્રી ગણેશ કરતાં હોય છે. આજે પણ પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે. Click Here