- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે કચ્છમાં ઉજવશે દિવાળી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 3 નવેમ્બરે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યપ્રધાન સેનાના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરશે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ, SRP, કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને દિવાળીની ઉજવણીની સાથે વાર્તાલાપ કરશે. દિપાવલીના પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનોને મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.Click Hear
2 વડાપ્રધાન મોદી આજે ઓછા કોવિડ રસીકરણવાળા જિલ્લાઓના DM સાથે કરશે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વિવિધ રાજ્યોના 40 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય રાજ્યોના જિલ્લાધિકારીઓ ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી જિલ્લાઓમાં વિકાસની રણનીતિ પર પણ ચર્ચા કરશે. વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 12 વાગ્યે ઓછા કોવિડ રસીકરણ ધરાવતા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સમીક્ષા બેઠક કરશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 પેટાચૂંટણી પરિણામો: ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની હાર- જીત પર એક નજર...
ત્રણ લોકસભા સીટો અને 29 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ ભાજપે ગુમાવી છે. ત્યાં પાર્ટીને ત્રણ વિધાનસભા બેઠકો પર પણ હારનો સામનો કરવો પડ્યો છે. બંગાળમાં ભાજપ ચારેય બેઠકો પણ ખરાબ રીતે હારી ગયું છે. ભાજપને આસામ અને મધ્યપ્રદેશમાંથી સમર્થન મળ્યું છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસે બેમાંથી એક બેઠક જીતી છે અને ભાજપે એક બેઠક જીતી છે. તેલંગાણાનું પરિણામ સૌથી ચોંકાવનારું હતું. સીએમ કેસીઆરનો પક્ષ છોડીને આવેલા અટલ રાજેન્દ્રએ શાસક પક્ષ TRSના ઉમેદવારને હરાવ્યા હતા. Click Hear