ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે LAC વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે બેઠક, ગુજરાત બોર્ડ જાહેર કરશે ધોરણ 12 સાનાન્ય પ્રવાહનું પરિણામ, વાંચો ETV Bharatના ટોપ ન્યૂઝ - BIG NEWS

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

આજે LAC વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે બેઠક, ગુજરાત બોર્ડ જાહેર કરશે ધોરણ 12 સાનાન્ય પ્રવાહનું પરિણામ, વાંચો ETV Bharatના ટોપ ન્યૂઝ
આજે LAC વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે બેઠક, ગુજરાત બોર્ડ જાહેર કરશે ધોરણ 12 સાનાન્ય પ્રવાહનું પરિણામ, વાંચો ETV Bharatના ટોપ ન્યૂઝ

By

Published : Jul 31, 2021, 6:02 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. LAC ને લઈને ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરીય બેઠક

ભારત અને ચીન વચ્ચે મે 2020થી લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને બન્ને રાષ્ટ્રો તાજેતરમાં જ વાટાઘાટ માટે તૈયાર થયા હતા. જેના ભાગરૂપે આજે શનિવારે લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે 12મી વખત વાટાઘાટો થશે. જે સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

2. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે, આજે શનિવારે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓ જાતે જ પરિણામ નહિં જોઈ શકે, તેમણે પરિણામ મેળવવા માટે પોતપોતાની શાળાઓ પર જવું પડશે. સમગ્ર સમાચાર વાંચવા માટે,Click Here

3. Tokyo Olympics 2020 : આજે શનિવારે ક્યા ભારતીય ખેલાડીઓ જોવા મળશે એક્શનમાં..

આજે શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સનો 9મો દિવસ છે. ગઈકાલે ભારતીય બોક્સર લવલીના બોરગોહેને ભારત માટે એક મેડલ સુનિશ્ચિત કર્યું છે. આ સિવાય પી. વી. સિંધૂ તેમજ ભારતીય હોકી ટીમે પણ શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. તો આજે શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ક્યા ખેલાડીઓ જોવા મળશે તે જાણવા, Click Here

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર

કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઇન કેસમાં ગુરુવારે ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. આ કેસના મુખ્ય આરોપી શાહીદ હુસૈન સુમરાને દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો હતો. ગઈકાલે શુક્રવારે શાહીદ હુસૈનને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

2. મૃત પતિના સ્પર્મ ઉપયોગમાં લેવા માટે હાઈકોર્ટે આપી મંજૂરી

થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો. જેમાં મરણપથારીએ પડેલા પતિની અંતિમ નિશાની માટે IVF પદ્ધતિથી બાળક ઈચ્છતી મહિલાએ પતિના સ્પર્મ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે સ્પર્મ કલેક્ટ કરવાની મંજૂરી આપી અને કલેક્ટ કરાયા તેના બીજા જ દિવસે પતિનું મોત થયું હતું. જ્યારબાદ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે શુક્રવારે IVF માટે મૃત પતિના સ્પર્મ કલેક્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

3. "સાહેબ રોકડા નથી, જવા દો ને" અમદાવાદમાં જો હવે ટ્રાફિક પોલીસ પકડશે, તો આ બહાનું નહીં ચાલે..

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે. જેને પહોંચી વળવા માટે ટ્રાફિક પોલીસ અવારનવાર નવતર પ્રયોગો કરતી રહે છે. ટ્રાફિક નિયમોનો ભંગ થતા મોટાભાગના લોકો પોતાની પાસે રોકડા ન હોવાનું બહાનું બનાવતા હોય છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 150 જેટલા નવા મશીન્સ લાવવામાં આવ્યા છે. જેના દ્વારા ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડની મદદથી સ્થળ પર જ દંડ વસૂલ કરી શકાશે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

4. ભારતમાંથી 31 ઓગષ્ટ સુધી નહિ ઉડે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ

ભારતે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન પર સસ્પેન્શન 31 ઓગસ્ટ 2021 સુધી લંબાવ્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા એક પરિપત્રમાં ઉડ્ડયન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે, ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ અને પેસેન્જર ફ્લાઈટ પર સસ્પેન્શન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે. 26-06-2020 ના પરિપત્રના આંશિક ફેરફારમાં, સક્ષમ સત્તાધિકારીએ ઉપરોક્ત વિષય પર બહાર પાડવામાં આવેલા પરિપત્રની માન્યતાને ભારત અને ભારત તરફથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ અંગે 31 ઓગસ્ટ 2021ના 23:59 વાગ્યા સુધી વધારી છે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

5. તુર્કીમાં જંગલોમાંથી લાગેલી આગ પ્રસરવાનું શરૂ

તુર્કીના દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાંથી શરૂ થયેલી ભીષણ આગ આગળ વધવા લાગી છે. જંગલની આગમાંથી નીકળેલા ધૂમાડાથી આખા તુર્કીનું આકાશ ઢંકાઇ ગયું હતું. 6 પ્રાંતના 20 સ્થળો પર ફાયરફાઇટર્સ સતત આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે. છેલ્લા 24 ક્લાકમાં હવાના કારણે આગ વધુ 40 વિસ્તારમાં ફેલાઇ ગઇ છે, જેના પર સ્થાનિકો અને પ્રશાસન સાથે મળીને કાબૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

Explainers :

1. કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર કરશે સ્ક્રેપ પોલિસીમાં સુધારો, જાણો શું છે સ્ક્રેપ પોલિસી..

સ્ક્રેપ પોલિસીને લગતી સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલાં રજિસ્ટ્રેશન થયેલા તમામ વાહનોને સ્ક્રેપ પોલિસીની અંદર સમાવી લેવામાં આવશે. કેન્દ્ર સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં પણ આઠ નિયમને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ગુજરાત સરકાર પણ આ પોલિસીને લઈને કેટલાક સુધારા વધારા કરશે. આ સ્ક્રેપ પોલિસી છે શું, તે જાણવા માટે Click Here

2. Pegasus Spyware : જાણો શું છે લોકોની જાસૂસી માટે વપરાઈ રહેલું આ સ્પાયવેર ?

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત જોરદાર હોબાળા સાથે થઈ હતી. જેમાં ઈઝરાયેલી કંપની દ્વારા તૈયાર કરાયેલા પેગાસસ સ્પાયવેર દ્વારા દેશના નામાંકિત નેતાઓ, પત્રકારો તેમજ સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. તો જાસૂસી માટેનું સ્પાયવેર પેગાસસ છે શું, તે જાણવા માટે Click Here

3. નિવૃત્તિના 3 દિવસ અગાઉ રાકેશ અસ્થાનાને બનાવ્યા દિલ્હીના પોલીસ કમિશનર, જાણો શા માટે તેમની નિમણૂક પર ઉઠી રહ્યા છે સવાલો ?

દિલ્હીના નવા કમિશ્નર રાકેશ અસ્થાનાએ નિવૃત્તિના 3 દિવસ પહેલા જ દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકેની જવાબદારી સંભાળી હતી. રાજકીય કોરિડોરથી લઈને સોશિયલ મીડિયા સુધી તેમની પોસ્ટિંગ પર ચર્ચાઓ ઉઠી રહી છે. બાહ્ય કેડરથી લઈને સરકાર સુધી તેમની નિકટતા અને તેમના જૂના વિવાદો અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. રાકેશ અસ્થાનાનો ઇતિહાસ શું છે અને શા માટે એ ચર્ચાનો વિષય બન્યા છે, જાણવા માટે Click Here

દુર્લભ નજારો : જૂઓ કઈ રીતે સિંહે પાર કરી નદી...

જૂનાગઢના ગીર પૂર્વના ધારી નજીક આવેલા પાદરગઢ ગામમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી જંગલના રાજા સિંહ પસાર થઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સિંહ પાણીથી દૂર રહેતા હોય છે. પરંતુ આ વીડિયોમાં સિંહ પાણીમાં ઉતરતો દેખાઈ રહ્યો છે. જેને લોકો પણ ખૂબ હોંશભેર જતા જોઈને રોમાંચિત બની રહ્યા છે.

જૂઓ કઈ રીતે સિંહે પાર કરી નદી

ABOUT THE AUTHOR

...view details