ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલ માટે આજનો દિવસ રહેશે નિર્ણાયક, વડાપ્રધાન મોદી કરશે પેરાલિમ્પિક્સના ખેલાડીઓ સાથે વાત, આ સહિતના તમામ મહત્વના સમાચારો માટે વાંચો TOP NEWS - etv bharat top news 17 august

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં…

top news
top news

By

Published : Aug 17, 2021, 6:31 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે

1. આજથી ઉત્તરપ્રદેશમાં મોનસૂન સત્રનો પ્રારંભ

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આજથી મોનસૂન સત્રનો પ્રારંભ થશે. કૃષિ બિલને લઈને થઈ રહેલા વિરોધના પગલે વિધાનસભા ગૃહથી એક કિલોમીટર દૂર સુધી ટ્રેક્ટર તેમજ બળદગાડાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

2. આજે વડાપ્રધાન પેરાલિમ્પિક્સમાં જનારા ખેલાડીઓને સંબોધશે

ભારતે આ વખતે ઓલિમ્પિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું છે. ત્યારે આગામી 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સમાં ભારત તરફથી 56 જેટલા ખેલાડીઓ મોકલવામાં આવશે. આ તમામ ખેલાડીઓને આજે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે.

-----------------------------------------------------

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે

1. અમદાવાદમાં પોલીસકર્મીની પુત્રી અને તેની મિત્રની એક્ટિવા પર છેડતી, જમીન પર પટકાતા ગંભીર ઈજા

એક્ટિવા લઇને જતી પોલીસકર્મીની પુત્રી અને તેની મિત્રને એક્ટિવા પર આવેલા યુવક અને તેના મિત્રએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવતીએ એક્ટિવા ભગાવતા યુવકે નજીક લાવી ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લેતાં એક્ટિવાનું બેલેન્સ રહયું ન હતું અને બંને યુવતીઓ રોડ પર પટકાઈ હતી. બંને યુવતીઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટના બાદ બંને યુવક ફરાર થઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર સમાચાર વાંચવા Click Here

2. કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવેલા કેવડિયા જંગલ સફારી પાર્કમાં છે. કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે, હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે, જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે. સમગ્ર સમાચાર વાંચવા Click Here

3. રાહુલ ગાંધી 3 દિવસ માટે કેરળના પ્રવાસે, સંસદીય ક્ષેત્ર વાયનાડ પણ જશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગઈકાલે સોમવારથી 3 દિવસ માટે કેરળના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ પોતાના સંસદીય મતક્ષેત્ર વાયનાડની પણ મુલાકાત લેશે.

-----------------------------------------------------

  • સુખી ભવઃ

1. શું તમને સંભોગ કરવાની ઈચ્છા નથી થતી ? જાણો શા માટે..

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરે લોકોમાં માત્ર શારિરિક અસ્વસ્થાનો જ નહિં પરંતુ માનસિક અસ્વસ્થતાઓ જેવી કે, ચિંતા, તણાવ, ડિપ્રેશનનો પણ અનુભવ કરાવ્યો છે. કોરોના મહામારીની અસર પુરૂષો અને મહિલાઓ બન્નેના સ્વાસ્થ્ય પર ભારે અસર જોવા મળી છે. ખાસ કરીને પુરુષો વિશે વાત કરીએ તો, માનસિક તણાવ, ખોરવાયેલી જીવનશૈલી અને દિનચર્યાની તેમના જાતીય સ્વાસ્થ્ય પર ભારે અસર પડી છે. ચિકિત્સકો માને છે કે, હાલમાં પુરુષોમાં જાતીય સંબંધો પ્રત્યે ઉદાસીનતાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર સમાચાર વાંચવા Click Here

-----------------------------------------------------

  • Video Of the Day

અફઘાનિસ્તાનમાં તાલિબાન તાંડવની ચરમસીમા પર છે, તાલિબાનીઓએ દેશને કબજે કરી લીધો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. સામાન્ય જનતા જીવ બચાવવાના સંઘર્ષમાં કોઈપણ જોખમ લેવા તૈયાર થઈ ગયા છે. આ દરમિયાન એક ભયાનક વીડિયો સામે આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં લોકો ચાલુ પ્લેનમાંથી પડ્યા

ABOUT THE AUTHOR

...view details