- ETV Bharatના અહેવાલનો વધુ એક વખત પડ્યો પડઘો
- રાજસ્થાનના મુખ્યપ્રધાને કલાકારો માટે 15 કરોડની કરી ફાળવણી
- કોરોનાના સમયમાં કામ ન મળતા કલાકારોને પડી રહી હતી મુશ્કેલીઓ
જયપુર : ETV Bharat દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. રાજસ્થાનમાં કલાકારોની કથળતી પરિસ્થિતિ અંગેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ ગહલોત સરકાર (Gehlot Government) દ્વારા આ કલાકારોને 5 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2 હજારથી વધુ કલાકારોને થશે ફાયદો
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત (Ashok Gehlot) દ્વારા કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન કામ ન મળતા આર્થિક સંકળામણ અનુભવી રહેલા રાજસ્થાનના કલાકારોને 5 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી આર્થિક રીતે પડી ભાંગેલા રાજ્યના 2 હજારથી વધારે કલાકારોને તેનો ફાયદો થશે. સહાયની રકમ કલાકારોને 'કલાકાર કલ્યાણ કોષ' થકી આપવામાં આવશે.