- પંચાચુલી ગ્લેશિયરનો અદભુત નજારો
- પંચાચુલી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
- પંચાચુલીના દર્શન કરવા સરળ બન્યા
- પર્યટન માટે પુષ્કળ સંભાવના
ઉત્તરાખંડ : દેવભૂમિમાં ઘણા એવા રમણીય સ્થળો આવેલા છે, જે પ્રાકૃતિક અને સાહસિત પર્યટન ( adventure tourism ) સાથે સાથે ધાર્મિક પર્યટન ( religious tourism )નું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જેમાનું એક છે, પિથૌરાગઝઢ જિલ્લાની દારમા ઘાટી (Darma Valley)માં સ્થિત પંચાચુલી પર્વત શ્રેણી (Panchachuli mountain range). જે પાંચ પર્વતોનો સમુહ છે. ધાર્મિક ગ્રંથોમાં આ પંચશિરાના નામથી પણ ઓળખાય છે. તો આવો જાણીએ પંચાચુલીનો ઇતિહાસ અને જોઇએ તેના નયનરમ્ય દ્રશ્યો...
ધાર્મિક ગ્રંથોમાં પંચાચુલીનું વર્ણન
સ્થાનિક લોકો પંચાચુલી પર્વત શ્રેણીનો પરિચય પાંડવ શિખર તરીકે પણ આપે છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે, આ યુધિષ્ઠિર, અર્જૂન, ભીમ, નકુલ અને સહદેવ એટલે કે પાંચ પાંડવોનું પ્રતિક (symbols of pandavas) છે. પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં પંચાચુલીનું વર્ણન (symbols of pandavas) જોવા મળે છે. એક માન્યતા અનુસાર વૃદ્ધાવસ્થામાં પાંડવોએ આ પાંચ પર્વત પર થઇને સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું હતું.
પાંડવોએ અહિંયા બનાવ્યું હતું ભોજન
ધાર્મિક માન્યતાઓ અનુસાર પાંડવોએ પંચાચુલી પર્વત (Panchachuli mountain range) પર જ છેલ્લી વાર ભોજન બનાવ્યું હતું. આ પાંચ શિખરો પર પાંડવોએ પાંચ ચુલા બનાવ્યા હતા, જે કારણે આ જગ્યા પંચાચુલીના નામથી ઓળખાય છે. કુમાઉના અલ્મોડા, નૈનીતાલ, રાનીખેત અને પિથૌરાગઢના હિલ સ્ટેશન પરથી પણ પંચાચુલી પર્વત (Panchachuli mountain range)ને જોઇ શકાય છે.
પંચાચુલીનું પ્રવેશ દ્વાર દુગ્તુ ગામ
પંચાચુલીના મનમોહક દ્વશ્ય ( Beautiful view of Panchachuli ) મુનસ્યારીથી પણ જોઇ શકાય છે. જો કે, ધારચુલા તાલુકાની દારમા ઘાટીમાં સ્થિત સ્થળાંતરિત થયેલું ગામ દુગ્તુ ( Migration Village Dugtu ) અને દાંતુ ગામમાં પંચાચુલી પર્વત (Panchachuli mountain range)નું ભવ્ય સ્વરૂપ જોઇ શકાય છે. દુગ્તુ ગામને પંચાચુલીનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે.
હવે પંચાચુલીના દર્શન કરવા સરળ બન્યા
પંચાચુલીના દર્શન માટે પિથૌરાગઢ જિલ્લાના નૌની-સૈની હવાઇ પટ્ટીથી 170 કિલોમીટરનો પ્રવાસ વાહન મારફતે કરીને દારમા ઘાટીના સ્થળાંતરિત થયેલું ગામ દુગ્તુ ( Migration Village Dugtu ) સુધી પહોંચી શકાય છે. ચાર વર્ષ પહેલા પંચાચુલી ગ્લેશિયર (Panchachuli Glacier) સુધી પહોચવું ખુબ જ અઘરું હતું. સોબલાથી આગળ લગભગ 40 કિલોમીટરની પદયાત્રા કરીને લોકો સ્થળાંતરિત થયેલું ગામ દુગ્તુ ( Migration Village Dugtu ) પહોંચતા હતા. જેમાં 2થી 3 દિવસ જેટલો સમય લાગતો હતો. ચાર વર્ષ પહેલા દારમા ઘાટીના દુગ્તુ ગામ સુધી રસ્તો બન્યા બાદ સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો હવે પિથૌરાગઢથી સ્થળાંતરિત થયેલું ગામ દુગ્તુ ( Migration Village Dugtu ) સુધી માત્ર 6થી 7 કલાકમાં પહોંચી શકે છે.
દુગ્તુ ગામમાં હોમ સ્ટે સુવિધા (Home Stay in Dugtu)
પંચાચુલી બેઝ કેમ્પ (Panchachuli Base Camp) અને ગ્લેશિયરની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે દુગ્તુ ગામ ( Migration Village Dugtu )માં હોમ સ્ટે (Home Stay in Dugtu) બનાવવામાં આવ્યા છે, જે ભાડા પર લઇ શકાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પાંચાચુલીની મુલાકાતે આવે છે, ત્યારે આ હોમ સ્ટે સહેલાણીઓથી ઉભરાય જાય છે. જે ગ્રામજનોની સીમાંત આજીવિકાનું મુખ્ય સાધન પણ છે.