- દિલ્હીના જંતર મંતર ખાતે કિસાન સંસદનું આયોજન
- કિસાન સંસદમાં BKU પ્રવક્તા રાકેશ ટિકૈત રહ્યા ઉપસ્થિત
- ખેડુતો તેમના વિસ્તારની સમસ્યાઓ જણાવી
નવી દિલ્હી:કિસાન સંસદમાં ભાગ લેવા 7 ખેડૂતો ગાજીપુર બોર્ડરથી જંતર મંતર પહોંચ્યા છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંસદ દરમિયાન રાકેશ ટીકૈતે સંસદ સામે માર્કેટિંગ યાર્ડ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ તબક્કે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે, કિસાન સંસદની અસર સરકાર પર પડશે.
આ પણ વાંચો:મીનાક્ષી લેખીના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર - 'ખેડૂતો મવાલી નહી, અન્નદાતા છે'
સરકારે ખેડૂતોની માંગ સ્વીકારવી પડશે
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ETV Bharat સાથે વાત કરતા કહ્યું કે, કિસાન સંસદની અસર સરકાર પર પડશે અને સરકારે ખેડૂતોની માંગ સ્વીકારવી પડશે. રોટેશનમાં ખેડુતો જંતર-મંતર પહોંચશે અને કિસાન સંસદમાં ખેડુતો પોતાનો અવાજ ઉઠાવશે. કિસાન સંસદમાં ખેડૂતોના મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે અને તમામ ખેડુતો તેમના વિસ્તારની સમસ્યાઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો:ખેડૂતોને દિલ્હી પ્રવેશની અનુમતિ, કિસાન મોરચા કાર્ડ ફરજિયાત
રણનીતિ સરકાર બનાવે, ખેડૂત નહી
ખેડૂત આંદોલન અંગે રણનીતિ અંગે પુછવામાં આવતા રાકેશ ટિકૈતે કહ્યું કે, રણનીતિ સરકાર બનાવે છે, ખેડૂત તો ખેતી કરે છે, પરંતુ હવે તેને આંદોલન કરવાની ફરજ પડી રહી છે. જ્યાં સુધી સરકાર માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન આ રીતે ચાલુ જ રાખવામાં આવશે. કિસાન સંસદ એ સરકાર સુધી વાતચીત કરવાનું માધ્યમ છે. અમે સરકાર સુધી અમારી વાત પહોંચાવીશું.