ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mahua Moitra: કેશ ફોર ક્વેરી સુનાવણી દરમિયાન મહિલા સાંસદ મહુઆ મોઇત્રાનું અપમાન

કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પુછવાના આરોપમાં લોકસભા એથિક્સ પેનલ દ્વારા સુનાવણી દરમિયાન મહિલા સાંસદ મહુઆ મોઇત્રાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ટીએમસીએ આરોપ લગાવ્યો છે. ટીએમસીએ કહ્યું કે, લોકસભાની એથિક્સ પેન્સ મૂક પ્રેક્ષક બની રહી હતી. જ્યારે પેનલના સભ્યોએ મહાભારતના દુર્યોધન પાત્રની જેમ આનંદ માણી રહ્યાં હતાં અને તેના અધ્યક્ષ ધૃતરાષ્ટ્રની જેમ બેઠા હતા.

reactions to lok sabha ethics panel hearing on mahua moitras cash for query case
reactions to lok sabha ethics panel hearing on mahua moitras cash for query case

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 9:50 AM IST

કોલકાતા: TMCએ કેશ ફોર ક્વેરી કેસના સંદર્ભમાં લોકસભાની એથિક્સ પેનલે જે રીતે સુનાવણી હાથ ધરી છે. તેની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પશ્ચિમ બંગાળના પ્રધાન શશી પંજાએ એથિક્સ કમિટીની બેઠક દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના આક્ષેપો કે "વ્યક્તિગત પ્રશ્નો" પૂછવામાં આવ્યા હતા તે મુદ્દે "મૂક પ્રેક્ષક" બનવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરી હતી.

TMCના ભાજપ પર પ્રહાર: ટીએમસીએ લોકસભા એથિક્સ પેનલની સરખામણી મહાભારત કાળમાં ભરી સભામાં દ્રોપદીના ચીરહરણની ઘટના સાથે સરખાવી હતી. શશી પંજાએ કહ્યું કે, જ્યારે પેનલના સભ્યો મહુઆ મોઇત્રાની સુનાવણી દરમિયાન "દુર્યોધન"ની જેમ આનંદ માણી રહ્યા હતા અને અધ્યક્ષ "ધૃતરાષ્ટ્ર"ની જેમ બેઠા હતા. તેમણે મહિલા સશક્તિકરણ પર 'પોકળ નિવેદનો' આપવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, પેનલે તેમની સામેના કેશ-ફોર-ક્વેરી આરોપોની સુનાવણી દરમિયાન ચૂંટાયેલા મહિલા સાંસદનું અપમાન કર્યું છે. "ભાજપ મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા પર આટલા ઊંચા ભાષણો આપે છે.

મહુઆ મોઇત્રાને અંગત પ્રશ્નો: આજે પેનલમાં ભાજપના સભ્યો તેમજ કેન્દ્રીય મંત્રીઓ દુર્યોધનની જેમ બેઠા હતા અને અધ્યક્ષ અંધ ધૃતરાષ્ટ્રની જેમ બેઠા હતા અને તેઓ બધા આનંદ માણી રહ્યા હતા. જ્યારે મહુઆ મોઇત્રાને અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા," પંજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. મહુઆ મોઇત્રા ગઈકાલે પેનલની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. વોકઆઉટ કરનારા અન્ય લોકોમાં બસપાના સાંસદ દાનિશ અલી, જનતા દળ (યુનાઈટેડ)ના સાંસદ ગિરધારી યાદવ અને કોંગ્રેસના સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે.

અસંસદીય ભાષા: લોકસભા એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા તેમની સામે અને અન્ય સભ્યો વિરુદ્ધ બીજેપી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા "કેશ ફોર ક્વેરી"ના આરોપો અંગે પેનલ સમક્ષ તેણીની જુબાની બાદ ઊલટતપાસ દરમિયાન "અસંસદીય ભાષા"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનકરે એમ પણ કહ્યું હતું કે સમિતિ બેસીને આગળની કાર્યવાહી નક્કી કરશે. સોનકરે વિપક્ષી સભ્યોના આરોપોને ફગાવી દીધા હતા. "જવાબ આપવાને બદલે, તેણી (મહુઆ મોઇત્રા) ગુસ્સે થઈ ગઈ અને અધ્યક્ષ અને સમિતિના સભ્યો માટે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. દાનિશ અલી, ગિરધારી યાદવ અને અન્ય વિપક્ષી સાંસદોએ સમિતિ પર આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો અને વોક આઉટ કર્યો. મોઇત્રા દુબે દ્વારા કરવામાં આવેલા 'કેશ ફોર ક્વેરી' આરોપોનો સામનો કરી રહ્યા છે.

  1. વડોદરાથી કોલકાતા ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થયો
  2. કોલકાતાની કેનિંગ સ્ટ્રીટમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

ABOUT THE AUTHOR

...view details