નવી દિલ્હી: TMCના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે, એથિક્સ કમિટીએ તેમના કેસની એક રિપોર્ટ લોકસભામાં રજૂ કરી હતી જેનો લોકસભામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બરતરફ કરવાની સાથે તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે, આપને જણાવી દઈએ કે, રિપોર્ટ પ્રેઝન્ટેશન પહેલા જ મહુઆએ કહ્યું હતું કે, હવે મહાભારતનું યુદ્ધ શરૂ થશે. એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે શુક્રવારે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સમગ્ર અહેવાલ 104 પાનાનો છે. આ રિપોર્ટમાં BSP સાંસદ દાનિશ અલી પર મીડિયામાં ખોટી રજૂઆત કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એથિક્સ કમિટીના રિપોર્ટમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
સ્પીકરે શું કહ્યું- આ એક પીડાદાયક નિર્ણય છે, પરંતુ ક્યારેક તે કરવું પડે છે. અમે ગૃહમાં માન મર્યાદા જાળવવા માંગીએ છીએ, જેથી આપણી લોકશાહીની આગવી ઓળખ જળવાઈ રહે.