- કોરોનાની શરૂઆતથી ગેમિંગ ઈન્ડસ્ટ્રી ખૂબ જ પૂરજોશમાં
- એપિક ગેમ્સ દ્વારા પોતાના સ્ટોર માટે ગેમ્સ એકત્ર કરાઈ રહી છે
- પ્લે-સ્ટેશનની 4 ગેમ્સને કમ્પ્યુટરમાં લાવવા 200 મિલિયનની ઓફર
સાન ફ્રાન્સિસ્કો: ધ વર્જ મુજબ, એપિક વર્સિસ એપલના ટ્રાયલના ભાગરૂપે દાખલ કરાયેલા 222-પાનાના ગુપ્ત રિપોર્ટમાં મફત રમતો, ફોર્ટનાઇટ પ્રમોશન અને 2020માં સ્પર્ધામાં ટકી રહેવાની તમામ માહિતી છે. દસ્તાવેજમાં એ પણ લખ્યું છે કે, એપિકે સોની દ્વારા તેની વધુ પ્લે-સ્ટેશનની ગેમ્સને કમ્પ્યુટર પર લાવવા માટે ગત વર્ષે ઓછામાં ઓછી ચાર ફર્સ્ટ-પાર્ટી પ્લે-સ્ટેશન ગેમ્સ માટે સોનીને 200 મિલિયન ડોલરની ઓફર કરી હતી.