નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organization) એ કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં (At the meeting of the Central Board of Trustees) EPFOએ થાપણો પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2022 દરમિયાન EPFOમાં જમા રકમ પર 8.5ના બદલે 8.1 ટકા વ્યાજ મળશે. પ્રોવિડન્ટ ફંડ પરનો આ વ્યાજ દર (This interest rate on the provident fund) છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછો છે. 1977-78માં વ્યાજ દર સૌથી નીચો 8 ટકા હતો, જે પછી 2015-16 સુધી તે 8.6 ટકા રહ્યો હતો.
આ પણ વાંચો:Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો