ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EDએ કયા કારણોસર Xiaomiની 5,551 કરોડની સંપત્તિ કરી જપ્ત

ED એ વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ Xiaomi વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હાથ ધરી છે. EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ Xiaomiના રૂપિયા 5551.27 કરોડ એટેચ કર્યા છે.

EDએ કયા કારણોસર Xiaomiની 5,551 કરોડની સંપત્તિ કરી જપ્ત
EDએ કયા કારણોસર Xiaomiની 5,551 કરોડની સંપત્તિ કરી જપ્ત

By

Published : Apr 30, 2022, 6:22 PM IST

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિદેશી વિનિમય કાયદા (FEMA) ના ઉલ્લંઘનના કેસમાં વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ Xiaomi સામે મોટી કાર્યવાહી કરી છે. ED એ Xiaomi ના રૂપિયા 5551.27 કરોડ એટેચ કર્યા છે. એજન્સીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગેરકાયદેસર વ્યવહારો માટે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મહિને ચાઈનીઝ ફોન નિર્માતા Xiaomiના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈનને પણ સમન્સ પાઠવ્યા હતા.

આ પણ વાંચો - એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના કેટલા શેર વેચ્યા, જાણો ખરીદી પાછળની કહાણી...

5551.27 કરોડની સંપતિ કરી જપ્ત - EDએ જણાવ્યું હતું કે કંપનીએ રોયલ્ટીની આડમાં Xiaomi ગ્રૂપ એન્ટિટી સહિત ત્રણ વિદેશી-આધારિત એન્ટિટીને રૂપિયા 5551.27 કરોડની સમકક્ષ વિદેશી ચલણ મોકલ્યું છે. કંપનીએ ભારતમાં 2014માં બિઝનેસ શરૂ કર્યો હતો. આ રકમ 2015માં મોકલવાનું શરૂ કર્યું. EDએ કહ્યું, 'રોયલ્ટીના નામે આટલી મોટી રકમ તેમના ચીની પેરેન્ટ ગ્રૂપની સંસ્થાઓના નિર્દેશ પર મોકલવામાં આવી હતી. અન્ય બે યુએસ-આધારિત અસંબંધિત એકમોને મોકલવામાં આવેલી રકમ પણ Xiaomi જૂથની સંસ્થાઓના અંતિમ લાભ માટે હતી.' Xiaomi India ભારતમાં MI બ્રાન્ડ નામ હેઠળ મોબાઈલ ફોનનો વેપાર કરે છે. Xiaomi India ભારતમાં ઉત્પાદકો પાસેથી સંપૂર્ણ રીતે બિલ્ટ મોબાઇલ સેટ અને અન્ય ઉત્પાદનો ખરીદે છે.

આ પણ વાંચો - સરકારે ખોટી માહિતી ફેલાવતી 16 YouTube ચેનલો લગાવ્યો પર પ્રતિબંધ

કઇ બાબતનું કરવામાં આવ્યું હતું ઉલંઘણ - એજન્સી કહે છે કે કંપનીએ ત્રણ વિદેશી-આધારિત સંસ્થાઓ પાસેથી કોઈ સેવાનો લાભ લીધો નથી જેમને આટલી રકમ મોકલવામાં આવી છે. ગ્રૂપ એન્ટિટી વચ્ચે બનાવેલા વિવિધ અસંબંધિત દસ્તાવેજી પાસાઓની આડમાં, કંપનીએ રોયલ્ટીની આડમાં આ રકમ વિદેશમાં મોકલી છે જે FEMA ની કલમ 4નું ઉલ્લંઘન છે. EDએ કહ્યું કે Xiaomi Indiaએ પણ વિદેશમાં પૈસા મોકલતી વખતે બેંકોને ભ્રામક માહિતી આપી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details