વી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate Carried Out Raids) આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે સવારે લગભગ 7 વાગ્યે દરોડા પાડ્યા હતા. EDની ટીમ સવારથી મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે અને ઘણી જગ્યાએ કાગળોની ચકાસણી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં તે 9 જૂન સુધી કસ્ટડીમાં છે.
આ પણ વાંચો:CBSE ટોપર પાસેથી લોન રિકવરી નોટિસ પર સીતારામને કરી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ :કોલકાતા સ્થિત કંપની સાથે સંબંધિત હવાલા ટ્રાન્ઝેક્શનના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આજે સત્યેન્દ્ર જૈનના દિલ્હી નિવાસ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દરોડા દરમિયાન મની લોન્ડરિંગ સંબંધિત કેસોના કાગળની તપાસ કરી રહી હતી.