નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હવે તેમને લાંબા અંતરની મુસાફરી (Long distance travel) દરમિયાન ધાબળા અને બેડશીટ સાથે મુસાફરી કરવી પડશે નહીં. રેલ્વે મંત્રાલયે (Ministry of Railways) ફરીથી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને ધાબળા અને પથારી આપવાનો નિર્ણય (provide blankets to passengers) લીધો છે. કોરોના કાળ શરૂ થયા બાદ ભારતીય રેલ્વેએ (Indian Railways Blanket Bedsheet ) માર્ચ-2020થી મુસાફરોને ચાદર, ગાદલા અને ધાબળા આપવાનું બંધ કરી દીધું હતું. કોરોના રોગચાળાને કારણે લગભગ બે વર્ષથી આ સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ નહોતી.
આ પણ વાંચો:Punjab Elections Results 2022: પંજાબમાં AAPની લહેર, બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી