બેંગલુરુ: ભારતના મંગલયાનમાં સુરક્ષિત મર્યાદા કરતાં વધુ સમય ચાલ્યા બાદ પ્રોપેલન્ટ અને તેની બેટરી ખતમ થઈ ગઈ છે(Bharat Mangalyaan battery and fuel Finish). જેનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે દેશના પ્રથમ આંતરગ્રહીય મિશને આખરે તેની લાંબી ઈનિંગ્સ પૂરી કરી છે(India Mangalyaan lost contact). સાડા ચારસો કરોડના ખર્ચે 'માર્સ ઓર્બિટર મિશન' (એમઓએમ) 5 નવેમ્બર, 2013ના રોજ PSLV-C25 થી લોન્ચ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિકોએ આ અવકાશયાનને 24 સપ્ટેમ્બર, 2014ના રોજ પ્રથમ જ પ્રયાસમાં સફળતાપૂર્વક મંગળની ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.
બેટરી અને ઈંધણ થયું ખતમ, ભારતના મંગલયાનની થઇ વિદાય - India Mangalyaan lost contact
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સૂત્રોએ જણાવ્યું હતું કે(Information from Indian Space Research Organization), હવે કોઈ ઈંધણ બચ્યું નથી. સેટેલાઈટની બેટરી પણ ખતમ થઈ ગઈ છે(Bharat Mangalyaan battery and fuel Finish). તમામ પ્રકારના સંપર્કો પણ પૂરા થઇ ગયા છે(India Mangalyaan lost contact). જો કે ઈસરો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઇંધણ, બેટરી થઇ ખતમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે કોઈ ઈંધણ બચ્યું નથી. સેટેલાઈટની બેટરી ખતમ થઈ ગઈ છે. સંપર્ક પણ કપાઇ ગયો છે. આ બાબતે ઈસરો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ISRO અગાઉ નિકટવર્તી ગ્રહણને ટાળવા માટે વાહનને નવી ભ્રમણકક્ષામાં ખસેડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પરંતુ તાજેતરમાં એક પછી એક ગ્રહણ જોવા મળ્યું હતું, જેમાંથી એક સાડા સાત કલાક સુધી ચાલ્યું હતું.
સંપર્ક કપાવાનું કારણ આવ્યું સામે અધિકારીએ જણાવ્યું હતું કે, સેટેલાઇટ બેટરીને માત્ર એક કલાક અને 40 મિનિટની ગ્રહણની અવધિ માટે ડિઝાઇન કરવામાં આવી હોવાથી, લાંબા ગ્રહણને કારણે બેટરી લગભગ ખલાસ થઈ ગઈ હતી. માર્સ ઓર્બિટર વાહને લગભગ આઠ વર્ષ કામ કર્યું હતું, જ્યારે તે છ મહિનાની ક્ષમતામાં બનાવવામાં આવ્યું હતું. તેણે તેનું કામ કર્યું અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરિણામો આપ્યા, તેમણે કહ્યું.