- સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું
- ત્રણ થી ચાર આતંકવાદીઓ હોવાની સંભાવના બતાવવામાં આવી છે
- છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો
શ્રીનગર: જમ્મુ-કશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની સંભાવના બતાવવામાં આવી છે. ત્યાં જ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો છે, જેની ઓળખાણ હવલદાર કાશી કુમારના રૂપમાં થઇ છે. એક આતંકી પણ માર્યો ગયો છે.
આ પણ વાંચોઃ પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
સુરક્ષા દળોની ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળો (સેના, પોલીસ અને સીઆરપીએફ)ની સંયુક્ત ટીમે રાજપુરા વિસ્તારના હંજન ગામને ઘેરી લીધું હતું અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે સુરક્ષા દળોની ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી, ત્યારે છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું અને આ સાથે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.