ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-K: અનંતનાગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર, અથડામણ શરૂ

જમ્મુ-કશ્મીરના અનંતનાગ જિલ્લાના શ્રીગફવારામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી હતી.

અનંતનાગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર
અનંતનાગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર

By

Published : Feb 24, 2021, 1:35 PM IST

  • કશ્મીરમાં આતંકીઓ અને સૈન્યબળો વચ્ચે ફાયરિંગ યથાવત
  • બાતમીના આધારે સૈન્યબળો અને પોલીસ દ્વારા હાથ ધરાયું હતુ ઓપરેશન
  • અત્યાર સુધીમાં 4 આતંકીઓ ઠાર, આંકડો હજુ વધે તેવી શક્યતા

શ્રીનગર: અનંતનાગના શ્રીગફવારાના શલાગુલનાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટર દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી હતી.

થોડા દિવસો અગાઉ જ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા

સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકીઓની છુપાવવાની જગ્યાએ પહોંચતા સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ અગાઉ 19 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. બીજી તરફ, બડગામ જિલ્લામાં એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. તે જ સમયે, અન્ય એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત પણ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details