બેગુસરાઈ(બિહાર): બિહારના બેગુસરાઈમાં કોઈ ગુનેગાર નહીં, પરંતુ 16 માનવભક્ષી શ્વાનના એન્કાઉન્ટરની ઘટના (Begusarai Dog encounter news) સામે આવી છે. પટનાના 3 શૂટરોએ મળીને 16 શ્વાનને મારી નાખ્યા (encounter of 16 dogs In bihar) હતા. આ સાથે શહેરમાંથી આ શ્વાનનો આતંક લગભગ ખતમ થઈ ગયો છે. જેના કારણે સામાન્ય શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ એ જ શ્વાન હતા, જેમના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે શ્વાનના આતંક બાદ સ્થાનિક જનપ્રતિનિધિઓએ SDMને પત્ર લખીને રખડતા શ્વાનને પણ મારી નાખવા અપીલ કરી હતી. (bihar Begusarai News)
રાષ્ટ્રીય શૂટરોએ કર્યું એન્કાઉન્ટરઃસામે આવેલી માહિતી અનુસાર મંગળવારે જિલ્લા વહીવટીતંત્રની આદેશ પર બછવાડા બ્લોકમાં માનવભક્ષી શ્વાનને શૂટઆઉટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શૂટઆઉટના બીજા દિવસે રાષ્ટ્રીય શૂટર્સની ટીમ દ્વારા 16 શ્વાનને મારી નખાયા હતા. છેલ્લા કેટલાય મહિનાઓથી આ વિસ્તારમાં માનવભક્ષી શ્વાનનો તાંડવ સતત ચાલુ હતો. આ માનવભક્ષી શ્વાનના હુમલામાં અત્યાર સુધીમાં 8થી 9 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 35થી 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શ્વાનને મારવા માટે SDMને અપીલ: સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓએ SDMને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં માનવભક્ષી શ્વાનને નદીઓમાંથી મુક્ત કરાવવાની અપીલ કરવામાં આવી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાનમાં સેંકડો ગ્રામજનો હાજર રહ્યા હતા, જેઓ ટીમને મદદ કરી રહ્યા હતા.