- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આંતકી વચ્ચે એન્કાઉન્ટર (Encounter)
- મંગળવાર સાંજની તકરાર હજી પણ ચાલૂ
- એક કમાન્ડર ઠાર
શ્રીનગર: શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાના પુચલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામ અને પુલવામા જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના જોદર વિસ્તારમાં એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળો પર આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. છેલ્લો અહેવાલ પ્રાપ્ત થયો ત્યાં સુધી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.
બુરહાન વાનીઓને 5 વર્ષ
આજે હિજબુલ મુઝાહિદ્દીનના કમાંન્ડર રહેલા બુરહાન વાનીના મૃત્યુને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. 8 જૂલાઈ 2016માં કોકેરનાગમાં બુરહાનવાનીને મારવામાં આવ્યો હતો. આ પછી દર વર્ષે આંતકી 8 જૂલાઈએ હુમલો કરવાની તાકમાં હોય છે પણ આવુ કોઈ પણ આંતકી ઉઠાવે તે પહેલા સુરક્ષાબળોએ તેમને ઠાર કર્યા હતા.
સર્ચ ઓપરેશન શરૂ
કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, હજી બંનેની ઓળખ મળી શકી નથી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે પુચલમાં આતંકીઓ હોઈ શકે છે, ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો
એક કમાન્ડરનુ એનકાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સુરક્ષાબળોની સાથે તકરારમાં હિઝબુલ મુઝાઈદ્દીનનો એક ટોપ કમાન્ડરનું એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે કુપવાડા જિલ્લામાં ગાંદર્સ વિસ્તારના વાતેનમાં વાહનોની નિયમિત તપાસ કરવામાં આવી રહી હતી, તપાસ દરમિયાન હિઝબુલ મુઝાહિદ્દીન સમૂહના કમાંન્ડર મેહરાઝુદ્દીન હલવાઈ ઉબૈદની ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે કહ્યું હતું કે કાશ્મીરમાં 24 કલાકમાં 5 આંતરી ઠાર કરવામાં આવ્યા છે આ માટે પોલીસ અને સુરક્ષા બળોને શુભકામના.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર