કાશ્મીર: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના જૈનાપોરા ગામ (zainapora shopian district)ના ચેરમાર્ગમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Encounter In Shopian Jammu Kashmir) થઈ હતી. અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ 2 જવાનોના શહીદ થવાના સમાચાર પણ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, "પોલીસ, સેના (Indian Army Jammu And Kashmir) અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે."
સેના અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલું
તેમણે આગળ કહ્યું કે, "જ્યારે ટીમ શંકાસ્પદ સ્થળ પર પહોંચી, ત્યારે છૂપાયેલા આતંકવાદીઓ (Terrorists In Jammu And Kashmir)એ તેમના પર ગોળીબાર કર્યો, જેના પછી જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું." મળતી માહિતી મુજબ હજુ પણ એન્કાઉન્ટર ચાલું છે અને આતંકીઓ સેનાના નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સી (state intelligence agency jammu and kashmir)એ પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (jaish e mohammed) માટે કામ કરવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ