ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jammu Kashmir: પુલવામાં એન્કાઉન્ટરમાં હિજબુલ મુજાહિદીન નામનાં આતંકી ઠાર - Hizbul militant killed in Pulwama encounter

રાજપુરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ(GUNFIGHT BETWEEN SECURITY FORCES AND MILITANTS) થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે એક આતંકવાદીને ઠાર(Hizbul militant killed in Pulwama encounter) માર્યો છે.

Encounter : રાજપુરામાં જવાનોએ એક આતંકીને કર્યો ઠાર
Encounter : રાજપુરામાં જવાનોએ એક આતંકીને કર્યો ઠાર

By

Published : Dec 15, 2021, 7:28 AM IST

Updated : Dec 15, 2021, 10:43 AM IST

  • રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ
  • એનકાઉન્ટરમાં હિજબુલ મુજાહિદીન નામનાં આતંકી ઠાર
  • આ આતંકવાદી 2017 થી સક્રિય હતો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ(GUNFIGHT BETWEEN SECURITY FORCES AND MILITANTS) હતી. ટીમે હિજબુલ મુજાહિદ્દીન નામનાં એક આતંકીને ઠાર કર્યો(Hizbul militant killed in Pulwama encounter) છે. માર્યા ગયેલા આતંકવાદીનું નામ ફિરોઝ અહેમદ છે અને તે શોપિયાંનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. માહિતી મુજબ આ આતંકવાદી 2017 થી સક્રિય હતો.

Encounter : રાજપુરામાં જવાનોએ એક આતંકીને કર્યો ઠાર

સંયુક્ત ઓપરેશનમાં હાથ ધરવામાં આવ્યું હતું

આ ઓપરેશન આર્મીની 44 RR, પુલવામા પોલીસ અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં હાથ ધરવામાં આવ્યું હતું અને હવે આ ઓપરેશન પૂરું થઈ ગયું છે. એન્કાઉન્ટર વિશે વધુ વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સના આધારે, પોલીસ, 44 RR અને CRPFની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેવી ટીમ શંકાસ્પદ સ્થળ પર પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો જેનો જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને જેમાં એક આતંકી માર્યો ગયો છે. એન્કાઉન્ટરનું સ્થળ ઝેવાનથી લગભગ 30 કિમી દૂર છે, જ્યાં આતંકવાદીઓએ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓના મૃત્યું થયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા.

અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.

માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ, ચાર મેગેઝિન, એક ગ્રેનેડ, પાઉચ અને ભારતીય ચલણી નાણું મળી આવ્યું હતું. આતંકીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી અબુ જરારા તરીકે થઈ છે. વિદેશી આતંકવાદીને રાજૌરી-પૂંછ પ્રદેશમાં હુમલાની યોજના બનાવવાના સંભવિત ઉદ્દેશ્ય સાથે કામ કરવા માટે ખાસ પ્રશિક્ષિત અને ચાલાકી કરવામાં આવી હતી. તેની હત્યા એક મોટી સફળતા છે અને તે આતંકવાદ વિરોધી કામગીરીને વેગ આપશે.

Last Updated : Dec 15, 2021, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details