શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર):દક્ષિણ કાશ્મીરના અનંતનાગ (Encounter in JKs Anantnag) જિલ્લાના સિરહામા વિસ્તારમાં (Sirhama area of Anantnag district) સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબા (Lashkar e Taiba commander killed)નો એક કમાન્ડર માર્યો ગયો છે. જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બીજા એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યો ગયો નથી. J&K પોલીસે જણાવ્યું હતું કે, "પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો છે, તેની ઓળખ નિસાર ડાર તરીકે થઈ છે. વધુ વિગતોનું અનુસરણ કરવામાં આવશે અને શોધ ચાલુ છે. જો કે, કુલગામના એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યો ગયો નથી.
આ પણ વાંચો:ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ
સર્ચ ઓપરેશન શરૂ: અગાઉના દિવસે, પોલીસે અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતુ કે, "આતંકવાદીઓની હાજરી અંગેની વિશ્વસનીય માહિતીના આધારે પોલીસ, આર્મીની 3 RR અને CRPFની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું."