ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય-આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, 2 ને ફૂંકી મારવામાં આવ્યા - આતંકવાદી કુલગામ

જમ્મુ કાશ્મીરના ડીએચ પોરા વિસ્તારમાં આતંકીવાદી (Encounter in Kulgam) અને સૈન્ય વચ્ચે સામસામું ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં બે આતંકીઓને સેનાએ ફૂંકી માર્યા છે. આ બન્ને મૃતક પાકિસ્તાનના હોવાનું પ્રાથમિક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય-આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, 2 ને ફૂંકી મારવામાં આવ્યા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય-આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, 2 ને ફૂંકી મારવામાં આવ્યા

By

Published : Jun 19, 2022, 7:27 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter in Kulgam) ચાલી રહી છે. કુલગામ પોલીસ અને સેનાએ ડીએચ પોરા વિસ્તારને ઘેરી લીધો છે. આ દરમિયાન દેશના જવાનોની ટીમે બે આતંકીઓને (Encounter in Jammu and Kashmir) ઠાર કર્યા છે. સ્થળ પર એન્કાઉન્ટર ચાલુ છે.જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર (joint operation in Kupwara) માર્યા છે.

આ પણ વાંચો:હિન્દુ દેવતાઓનું 'અપમાન': કર્ણાટકમાં કોંગી નેતાના ઘર પર હુમલો

કોણ છે આ: કાશ્મીર IGP વિજય કુમારે કહ્યું હતું કે, બે આતંકીઓની ઓળખ થઈ ચૂકી છે. જેના નામ હરિશ શરીફ અને ઝાકીર પદેર હોવાનું જાણવા મળ્યું છે. શરીફ શ્રીનગરનો અને ઝાકીર કુલગામનો રહેવાસી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સે કુપવાડામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ધરપકડ કરાયેલા આતંકવાદી શોકેત અહેમદ શેખ પાસેથી આ અંગેના ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. જ્યારે આ વિસ્તારમાં સર્ચ ઑપરેશ ચાલું હતું ત્યારે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો:અગ્નિપથ પ્રદર્શનઃ કોંગ્રેસના સત્યાગ્રહમાં આ નેતાઓ પર રહ્યા હાજર...

વળતો જવાબ: આ જવાબી પગલાં બે આતંકવાદી માર્યા ગયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામના દમહાલના હાંજીપોરા વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર પ્રાંતમાં ફાયરિંગની ઘટના વધી રહી છે. ખાસ કરીને બોર્ડરથી નજીક આવેલા વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃતિઓ વધી રહી છે. આ પહેલા આતંકવાદીઓએ સ્થાનિક અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details