ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ - સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ છે. સુરક્ષા દળોએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા છે, જોકે સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ

By

Published : Aug 3, 2021, 8:48 AM IST

Updated : Aug 3, 2021, 10:45 AM IST

  • જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં અથડામણ શરૂ
  • સેના દ્વારા સર્ચ ઓપરેશન
  • સુરક્ષા દળોએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા

શ્રીનગર: જમ્મુ -કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ચંદાજી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકવાદીઓને ઘેરી લીધા છે. હાલમાં બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.

એક આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જીડીપી) દિલબાગે જણાવ્યું હતું કે, 23/24 જુલાઈના રોજ શોકબાબા જંગલ વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક પાકિસ્તાની આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક આતંકવાદી જંગલમાંથી ભાગી ગયો હતો અને ત્યારથી તે શોધવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, day 12: અન્નુ રાની બરછી ફેકના ફાઇનલમાંથી બહાર

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગનું નિવેદન

તેમણે જણાવ્યું કે, ગત રાત્રે ચંદાજી ગામમાં ભાગી ગયેલા આતંકવાદીની હાજરી વિશે માહિતી મળી હતી અને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક પાકિસ્તાની આતંકવાદી બાબર અલી માર્યો ગયો હતો.

10 આતંકવાદીઓની યાદી જાહેર

જમ્મુ -કાશ્મીર પોલીસે ખીણમાં હાજર 10 આતંકવાદીઓની યાદી જાહેર કરી છે, જે પોલીસના નિશાના પર છે. આ આતંકવાદીઓની આ યાદીમાં કેટલાક નવા આતંકવાદી ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ, 2 આતંકી ઠાર

Last Updated : Aug 3, 2021, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details