- શોપિયામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકીઓ ઠાર
- આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ હાથ ધરાયું સર્ચ ઓપરેશન
- આતંકવાદીઓની અને તેના સંગઠનની ઓળખ કરવા કરાઈ રહી છે કાર્યવાહી
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના હાદીપોરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકીને ઠાર કરાયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં 14 વર્ષનો એક સગીર પણ હતો. જેને શરણાગતિ કરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.
શોપિયામાં 3 આતંકી ઠાર
અનંતનાગ જિલ્લામાં આતંકીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ પણ અથડામણ ચાલુ છે. અહીં 2થી 3 આતંકવાદી હોવાના સમાચાર છે.
આ પણ વાંચો: જમ્મુ- કાશ્મીરનાં ગુલાબ બાગમાં સર્ચ ઓપરેશન, આતંકવાદીઓની હાજરીની શંકા
આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ હાથ ધરાયું સર્ચ ઓપરેશન
શોપિયા જિલ્લાના હાદીપુરા આતંકવાદીઓની હાજરી હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આના પર સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓની ઓળખ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને તેઓના સંગઠનનું નામ જાણવાની પણ કાર્યવાહી કરાઈ રહી છે.
મસ્જિદની અંદર આતંકવાદીઓ ઘેરાવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ વહેલી તકે આતંકીઓ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એક મસ્જિદમાં ઘૂસી ગયા હતા. સુરક્ષાદળોએ ધાર્મિક સ્થળને બચાવતી વખતે 5 આતંકીઓને ઠેર કરી દીધા હતા. આ પહેલીવાર હતું જ્યારે શોપિયામાં મસ્જિદની અંદર આતંકવાદીઓ ઘેરાવામાં આવ્યા હોય.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ, 3 આતંકી ઠાર
શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને કર્યા ઠાર
ઉલ્લેખનીય છે કે, 28 માર્ચના રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણથયું હતું. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મૃત્યુ પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.