- દંતેવાડામાં સુરક્ષા દળોની થઇ હતી નક્સલીઓ સાથે અથડામણ
- દાતેવાડમાં અથડામણમાં નક્સલવાદી વેટ્ટી હંગાની હત્યા
- દાંતેવાડાના SP અભિષેક પલ્લવએ કરી પુષ્ટિ
છત્તાસગઢઃ છત્તાસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં નક્સલવાદી વેટ્ટી હંગાની હત્યા થઇ હતી. દાંતેવાડાના SP અભિષેક પલ્લવાએ જણાવ્યું હતું કે, હંગા પ્રતિબંધિત માઓવાદી સંગઠનનો લશ્કરી કમાન્ડર હતો અને તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. કાટકલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગડમ અને જંગમપાલ ગામો વચ્ચે બપોરે 2 વાગ્યે જ્યારે જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની ટીમ નક્સલ વિરોધી કામગીરી પર હતી, ત્યારે વેટ્ટી હંગાની એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.