અમૃતસરઃઅટારી જિલ્લાના ચિચા ભકના ગામમાં પંજાબ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર (Attari police Encounter gangsters ) ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર માર્યા ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગેંગસ્ટર સિંગર મુસેવાલાની હત્યા સાથે સંકળાયેલા છે.
મુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત ગોળીબારમાં એક ગ્રામીણ (Attari Encounter villager injured) પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પોલીસે ગ્રામજનોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે. અમૃતસરના એસએચઓ સુખબીર સિંહે કહ્યું છે કે, તેઓ ગેંગસ્ટર છે કે આતંકવાદી છે તે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો:ચોંકાવનારો ખુલાસો: BJPના ઘણા નેતાઓ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓના નિશાના પર
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, ગામમાં ત્રણ ગેંગસ્ટર છુપાયા છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બદમાશોને પકડવાનો પ્રયાસ કર્યો. અમૃતસરના અટારી ગામના ચિચા ભકનામાં ગુંડાઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું. પોલીસને માહિતી મળી હતી કે, ગેંગસ્ટર ગામમાં છુપાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં (Moosewala murder case) કથિત રીતે જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મન્નુ કુસા સામેલ હતા. બંને નાસી ગયા હતા. તેમણે કહ્યું કે, ફોર્સે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ માણસા ગામમાં ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.