- પુલવામામાં (Pulwama) આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવખત એન્કાઉન્ટર શરૂ
- સુરક્ષા દળોનો વળતો જવાહ
- સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવખત એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. મળતી માહીતી મુજબ, પોલીસ અને સુરક્ષા દળોએ વળતો જવાબ આપી રહ્યા છે.તો જવાબી હુમલામાં ત્રણ આતંકી ઠાર થયા છે.પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનનો રહેવાસી લશ્કર આતંકવાદી અયાઝ સહિત બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર કરાયા છે.
LOC પાસે આવેલા રાજોરી જિલ્લામાં ઘૂસણખોરી
ગયા અઠવાડિયે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગુરુવારે રાજ્યમાં સુરક્ષા દળો દ્વારા 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાં સુંદરબનીમાં બે પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. LOC પાસે આવેલા રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતા સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં નાયબ સુબેદાર સહિતના બે જવાન પણ શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.
આ પણ વાંચો : Encounter Continues In Kulgam: 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર