ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Anantnag Encounter : અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે દરમિયાન સુરક્ષા દળો અને પોલીસના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાં 19 આરઆરના કર્નલ, કાશ્મીર પોલીસના મેજર અને ડીએસપીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કર્નલ, મેજર અને ડીએસપી ત્રણેયનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 5:55 PM IST

Updated : Sep 14, 2023, 7:20 AM IST

અનંતનાગ :દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ મતવિસ્તારના હિલોરા ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં કોકરનાગ ડીએસપી હિમાયુ ભટ્ટ, 19 આરઆરના કર્નલ મનપ્રીત સિંહ અને કાશ્મીર પોલીસના મેજર આશિષ સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અથડામણમાં હરિયાણાના બે આર્મી ઓફિસર શહીદ થયા : જમ્મુ-કાશ્મીરમાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને એક પોલીસ અધિકારી સાથે એક જવાન શહીદ થયાના સમાચાર છે. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા બંને સેનાના અધિકારીઓ હરિયાણાના છે. જેમાં પાણીપતના રહેવાસી મેજર આશિષ ધૌંચક અને આર્મી કર્નલ મનપ્રીત સિંહ પંચકુલાના રહેવાસી છે.

પરિવારને સત્ય ઘટનાથી વંચિત રખાયો : મળતી માહિતી મુજબ, શહીદ કર્નલ મનપ્રીત સિંહનું પૈતૃક ઘર SAS નગર (મોહાલી)નું ભ્રોંજિયન હોવાનું કહેવાય છે. જોકે, તેનો પરિવાર પંચકુલાના સેક્ટર 26માં રહેતો હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા પંચકુલાના કર્નલ મનપ્રીત સિંહને સેના મેડલથી શણગારવામાં આવ્યો છે. તેમની પત્ની જગમીત ગ્રેવાલ, બહેન અને ભાભી પંચકુલામાં તેમના નિવાસસ્થાને હાજર હતા. જો કે તેમની શહાદત અંગે તેમની પત્ની જગમીત ગ્રેવાલને હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેની પત્નીને હમણાં જ કહેવામાં આવ્યું છે કે તે ઘાયલ થયો છે.

પરિવાર ભાડાના મકાનમાં રહે છે : બીજી તરફ આ એન્કાઉન્ટરમાં પાણીપતના રહેવાસી મેજર આશિષ ધૌનચક શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, ગામ બિંજૌલના રહેવાસી આશિષનો પરિવાર પાણીપત શહેરમાં ભાડાના મકાનમાં રહે છે, જ્યાં તેની પત્ની પણ તેના માતા-પિતા સાથે રહે છે. આશિષ ત્રણ બહેનનો એકમાત્ર ભાઈ હોવાનું કહેવાય છે. અનંતનાગમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા.

આતંકવાદીઓએ ગોળીબાર કર્યો : આપને જણાવીએ કે ગઈકાલે રાજૌરીના નરલા ગામમાં દરોડા પાડવા ગયેલા સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. જ્યારે આર્મીનો એક સ્નિફર ડોગ પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોના બે જવાનો અને એક SPO ઘાયલ થયાં હતાં. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હોવા અંગે અધિકારીઓએ પુષ્ટિ કરી છે.

સર્ચ ઓપરેશનમાં શંકાસ્પદ ગતિવિધિ : પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ કશ્મીર પોલીસના વિષેશ અભિયાન દરમિયાન એન્કાન્ટરમાં જોડાયેલાં રહ્યાં હતાં. પ્રારંભિક ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો. આ પછી વધારાના સુરક્ષા દળોને રવાના કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ એક આતંકવાદી માર્યો ગયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ સાંજે જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ લોકોની ગતિવિધિને નિહાળી હતી.

અન્ય આતંકી ફરાર : આ પછી કાર્યવાહી કરતાં સુરક્ષા દળો દ્વારા ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. જો કે, અંધારું હોવાથી અને ગાઢ જંગલનો લાભ લઈ શકમંદ આતંકીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં પણ આતંકવાદીઓનો સામાન રહી ગયો હતો.જેને સુરક્ષા દળોએ તેને જપ્ત કર્યો. તેની પાસેથી કેટલાક કપડાં અને અન્ય સામગ્રી મળી આવી હતી. ફરાર આતંકી શકમંદોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે શોધખોળમાં મદદ મેળવવા ડોગ સ્કવોડને પણ સ્થળ પર લાવવામાં આવી હતી.

( એએનઆઈ )

  1. Jammu Kashmir News: કોકરનાગમાં ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયો ભારે ગોળીબાર, એક આતંકી ઠાર
  2. Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના ત્રણ જવાન શહીદ, મુઠભેડ યથાવત
  3. Encounter in Kandi JK: જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ, પાંચ જવાનો શહીદ, અનેક ઘાયલ
Last Updated : Sep 14, 2023, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details