- જમ્મુ-કાશ્મીરના શોપિંયામાં આતંકવાદીઓએ સુરક્ષા બળના જવાનો પર કર્યું ફાયરિંગ
- ફાયરિંગમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો એક કમાન્ડર ઈશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સહિત 2 આતંકવાદી ઠાર મરાયા
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ (Terrorist)નો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો (Terrorist) ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એક વાર આતંકવાદીઓએ સુરક્ષા બળોના જવાનો ઉપર ફાયરિંગ કર્યું હતું. તો સુરક્ષા બળના જવાનોએ પણ વળતો જવાબ આપતા અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો એક કમાન્ડર ઈશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સહિત 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. અકરમ અહીં વર્ષ 2017થી સક્રિય હતો. IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, અથડામણમાં સુરક્ષા બળના જવાનોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચોઃપુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ
આતંકવાદીઓ સિદ્દીક ખાન વિસ્તારમાં છુપાયા હોવાની સૂચના મળી હતી